Advertisement
Author: નોબત સમાચાર

અમેરિકાએ ફેડ રેટ ઘટાડતા શેરબજારમાં તેજીઃ સેન્સેક્સ અને નિફ્ટી બન્ને ગ્રીન ઝોનમાં

રેડ ઝોનમાં આવ્યા પછી અડધી કલાકમાં જ બાજી પલટાઈ ગઈ!

                                                                                                                                                                                                      

મુંબઈ તા. ૧૧: આજે સવારે પ્રારંભે રેડ ઝોનમાં રહ્યા પછી અડધા કલાકમાં જ શેરબજાર તેજીમાં આવી ગયું હતું. અમેરિકાએ આઈબીઆઈની જેમ ફેડ રેટ ઘટાડતા જ સેન્સેક્સ અને નિફ્ટી બન્ને ઉછળ્યા હતાં.

સપ્તાહના ચોથા કારોબારી દિવસે ગુરુવારે ભારતીય શેરબજારની ચાલ મુંઝવણભરી રહી. સેન્સેક્સ અને નિફ્ટી સપાટ શરૂઆત સાથે ગ્રીન ઝોનમાં ખૂલયા, પરંતુ શરૂઆતની થોડી જ ક્ષણોમાં લપસીને રેડ ઝોનમાં આવી ગયા હતાં, જો કે માત્ર અડધા કલાકના કારોબારમાં જ બાજી પલટાઈ ગઈ અને બન્ને મુખ્ય ઈન્ડેક્સ ફરીથી તેજી સાથે ગ્રીન ઝોનમાં કારોબાર કરતા જોવા મળ્યા હતાં.

આ અચાનક આવેલા ઉછાળા પાછળનું મુખ્ય કારણ અમેરિકાથી આવેલા એક સમાચારને માનવામાં આવે છે. અમેરિકામાં થતી કોઈપણ નાણાકીય હલચલની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળતી હોય છે. બુધવારે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા પોલિસી રેટમાં આ વર્ષે સતત ત્રીજીવાર કાપ મૂકવામાં આવ્યો છે. યુએસ પોલિસી રેટ રપ બેસિસ પોઈન્ટ ઘટાડીને ૩.પ૦-૩.૭પ ટકાના દાયરામાં લાવવામાં આવ્યો છે. અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં આ ઘટાડો ભારત જેવા ઉભરતા બજારો માટે સકારાત્મક સંકેત માનવામાં આવે છે.

વ્યાજ દરમાં ઘટાડો થવાથી અમેરિકામાં ડોલરનું વળતર ઘટી જાય છે, જેના કારણે રોકાણકારો ડોલરમાંથી નાણા કાઢીને ઉભરતા દેશોના બજારોમાં રોકાણ કરે છે. આ સકારાત્મક સંકેત પછી ભારતીય બજારમાં જોવા મળતી મંદી પર બ્રેક લાગી હતી. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ આરબીઆઈએ પણ રેપો રેટમાં ૦.રપ ટકાનો ઘટાડો કરતા પ.રપ ટકા પર લાવી દીધા હતાં, જેના પછી લોકો માટે રાહતના સમાચાર આવ્યા હતાં.

ગુરુવારે શેરબજારની શરૂઆત સુસ્ત રહી હતી. બીએસઈ સેન્સેક્સ ૮૪,૩૯૧.ર૭ ના તેના અગાઉના બંધની તુલનામાં ૮૪,૪પ૬.૭પ પર ખૂલ્યો હતો, જો કે શરૂઆતની તેજી પછી તે અચાનક ગગડીને ૮૪,૧પ૦ પર આવી ગયો, પરંતુ થોડા સમય પછી ફરીથી ઝડપ પકડી અને ૮૪,૬ર૮ ના સ્તર સુધી પહોંચી ગયો.

નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી ઈન્ડેક્સની સ્થિતિ પણ સેન્સેક્સ જેવી જ હતી. એનએસઈ નિફ્ટી રપ,૭પ૮ ના તેના અગાઉના બંધની તુલનામાં નજીવો ઉછાળો લઈને રપ,૭૭૧ પર ખૂલ્યો અને પછી અચાનક ઘટીને રપ,૬૯૩ પર આવી ગયો, જો કે ત્યારપછી આ ઈન્ડેક્સે પણ ઝડપ પકડી અને ઉછળીને રપ,૮૪૪ ના સ્તર પર કારોબાર કરતો જોવા મળ્યો હતો.

કારોબારની શરૂઆતમાં લગભગ ૧૦૧૪ કંપનીઓના શેર તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા હતાં, જ્યારે ૯૯પ કંપનીઓના સ્ટોક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. બજારમાં તેજી વચ્ચે સૌથી વધુ ભાગનારા મુખ્ય શેરોમાં કોટક બેંક (ર.પ૭ ટકા), મારૂતિ (૧.૪૦ ટકા) અને ટાટા સ્ટીલ (૧.ર૦ ટકા) નો સમાવેશ થાય છે. મી૯કેપ શેરોમાં કાયનેસ (૩.૪પ ટકા) અને ડિક્સન (૧.૪૦ ટકા) માં વધારો હતો, જ્યારે સ્મોલકેપ શેરોમાં નીઓજેન (૧૪ ટકા) અને યત્રા (૧૦ ટકા) ના ઉછાળા સાથે કારોબાર કરતા જોવા મળ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh