Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૭ ડિસેમ્બર, બુધવાર અને માગશર વદ તેરસનું રાશિફળ

મિથુન સહિત બે રાશિના જાતકોને આકસ્મિક સાનુકૂળતા મળતા કામનો ઉકેલ આવે. કાર્યની કદર થાય.

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

આપના કાર્યમાં ઉપરી, સહકાર્યવર્ગ, મિત્રવર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામમાં પ્રગતિ  જણાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૯-૪

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. મિત્રવર્ગની ચિંતા  થાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૮-૫

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઉકેલ આવતો જાય. સંતાનના કામમાં  સરળતા મળી રહે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૨

 

Cancer (કર્ક: ડ-હ)

આપના કાર્યની સાથે બીજું કોઈ કામ, અનય સહકર્મીનું કામ આવી જતાં આપના કાર્યભારમાં વધારો  થાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૭-૪

 

Leo (સિંહ: મ-ટ)

આપના કાર્યની સાથે સંસ્થાકીય, જાહેરક્ષેત્રના કામમાં વ્યસ્ત રહેવાનું બને. રાજકીય-સરકારી કામ  થાય.

શુભ રંગઃ ક્રીમ - શુભ અંકઃ ૧-૬

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપને દિવસના પ્રારંભથી જ બેચેની જેવું લાગે. તબિયતની અસ્વસ્થતા જણાય. કામ  કરવાની ઈચ્છા  ન થાય.

શુભ રંગઃ પિસ્તા - શુભ અંકઃ ૩-૫

 

Libra (તુલા: ર-ત)

જુના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગની મિલન-મુલાકાતથી આનંદ અનુભવો. સહકાર્ય, નોકર-ચાકરનો સાથ  મળે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૪-૮

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કાર્યની સાથે પરિવાર, સગા-સંબંધી, મિત્રવર્ગના કામકાજમાં વ્યસ્ત રહેવાનું બને. કામનો  ઉકેલ આવે.

શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૬-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

સિઝનલ ધંધામાં આપને આકસ્મિક ઘરાકી જણાય. આપના કાર્યની કદર થવાથી કામ કરવાનો ઉત્સાહ  વધે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૮-૪

 

Capricorn (મકર: ખ-જ)

રાજકીય-સરકારી, ખાતાકીય કામમાં આપે સંભાળવું પડે. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ  જણાય.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૧-૫

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના મહત્ત્વના કામમાં સરળતા થતી જાય. કામનો ઉકેલ આવે. અગત્યના નિર્ણયો લેવામાં આપને  સરળતા રહે.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૭

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના કાર્યની સાથે વ્યાવહારિક કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. કામનો ઉકેલ આવવાથી આનંદ  રહે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૯



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh