Advertisement
Author: નોબત સમાચાર

મથુરા પાસે ૭ બસ અને ૩ કાર ટકરાતા લાગેલી આગમાં ૪ બળીને ભડથું: ૧૩ ના મૃત્યુ, ૬૬ ઘવાયા

થેલીઓ ભરીને મૃતદેહોના ટૂકડા લઈ જવાયાઃ ડીએનએ ટેસ્ટથી થશે ઓળખઃ પ્રત્યક્ષદર્શી મુજબ ૧પ૦ ને હોસ્પિટલ ખસેડાયાઃ મૃતાંક વધી શકે

                                                                                                                                                                                                      

મથુરા તા. ૧૬: મથુરા નજીક યમુના એક્સપ્રેસ હાઈ-વે પર ૭ બસ અને ૩ કાર અથડાઈ પડતા ૪ જીવતા ભૂંજાયા છે,અને ૧૭ થેલીઓમાં તેઓના મૃતદેહોના ટૂકડા લઈ જવાયા છે, જેનો ડીએનએ ટેસ્ટ થશે. બીજા ૬૬ લોકો ઘાયલ થયા છે. મથુરામાં ધુમ્મસના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું તારણ નીકળે છે.

મથુરામાં યમુના એક્સપ્રેસ-વે પર ધુમ્મસના કારણે ૭ બસો અને ૩ કાર અથડાઈ. ટક્કર થતા જ વાહનોમાં આગ લાગી ગઈ. ૪ લોકો બળીને મૃત્યુ પામ્યા છે અને કુલ ૧૩ લોકોના મૃત્યુ થયા છે. મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.

અકસ્માતમાં અત્યાર સુધીમાં ૬૬ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જો કે એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, ર૦ એમ્બ્યુલન્સ દ્વારા ૧પ૦ લોકોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

ડી.એમ. ચંદ્ર પ્રકાશ સિંહે જણાવ્યું કે, આ અકસ્માત થાણા બદલવે વિસ્તારમાં માઈલસ્ટોન ૧ર૭ પર થયો હતો. પોલીસ, ફાયરબ્રિગેડ અને એસડીઆરએફની ટીમ બચાવ કામગીરી કરી રહી છે. હાઈ-વે પરથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે.

એવું કહેવાય છે કે, એક્સપ્રે-વે પર ગાઢ ધુમ્મસ હતું. અચાનક એક બસે ગતિ ધીમી કરી જેના કારણે ઘણાં વાહનો એકબીજા સાથે અથડાયા. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે ટક્કર પછી એવું લાગ્યું કે બોમ્બ ફાટ્યો હોય. લોકો બસોના કાચ તોડીને બહાર કૂદી રહ્યા હતાં.

સીએમ યોગીએ દુઃખ વ્યક્ત કર્યું હતું, અને મૃતકોના પરિવારજનો માટે ર-ર લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી.

સૂત્રોના જણાવ્યા મુજબ ર ટીમ પોસ્ટમોર્ટમ કરશે. મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ રાખવામાં આવ્યા છે. આ બધા અકસ્માત સ્થળેથી લાવવામાં આવ્યા છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ લગભગ ૧પ૦ ઘાયલોને હોસ્પિટલેલઈ જવાયા હશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh