Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભકતો દ્વારા ચાંદીથી મઢેલા પાલક પર બિરાજમાન થશે અદાબાપા
ધ્રોલ તા. ૧૬: ધ્રોલમાં પંચાસરા પરિવારના પહરા અદા બાપાના હવનનું ભવ્ય આયોજન કરાયું છે. અદાબાપા ચાંદીના પાલક પર બિરાજમાન થશે.
ધ્રોલમાં વસતા પંચાસરા પરિવાર દ્વારા આ વર્ષે પણ તેમના કુળદેવતા પહરા અદા બાપાના વાર્ષિક હવનનું ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે આ પ્રસંગની વિશેષતા એ છે કે બાપાને ભક્તો દ્વારા અર્પણ કરાયેલા ચાંદીથી મઢેલ પાલક (સિંહાસન) પર બિરાજમાન કરવામાં આવશે, જેનાથી આ પાવન પ્રસંગનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે.
આ ધાર્મિક કાર્યક્રમ તારીખ ૨૧ ડિસેમ્બર, ૨૦૨૫ (રવિવાર)ના ધ્રોલ સ્થિત રાજપૂત સમાજ વાડી, દરબારગઢમાં યોજાશે. હવનની શરૂઆત પહેલાં, તારીખ ૨૦ ડિસેમ્બર, ૨૦૨૫ (શનિવાર) ના રાત્રે ૮:૦૦ વાગ્યા સુધીમાં બહારગામથી આવનાર તમામ સભ્યોને સ્થળ પર આવી જવા વિનંતી કરવામાં આવી છે, જ્યાં રાત્રિ ભોજન અને રહેવાની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.
બહારગામથી આવતા પંચાસરા કુટુંબના ભાઈ-બહેનો માટે ઉતારાનું સ્થળ રાજપૂત સમાજની વાડી, દરબારગઢ સામે, ધ્રોલ નક્કી કરવામાં આવ્યું છે. હવનનું મુખ્ય સ્થળ રાજપૂત સમાજ વાડી, સુરાપુરા બાપાના સ્થાનક પાસે, હવેલી વારી શેરી, ધ્રોલમાં છે.
રવિવાર, ૨૧/૧૨/ ૨૦૨૫ના સવારે ૮ કલાકે ચા, નાસ્તો અને ફરાળની વ્યવસ્થા બાદ સવારે ૯:૦૦ કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે. બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદનું આયોજન છે અને સાંજે ૪:૩૦ કલાકે હવનની પૂર્ણાહુતિ થશે.
આ વર્ષના આયોજનમાં દાતાઓનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે. ચાંદીના પાલક (સિંહાસન) ના દાતા તરીકે ભુજ-કચ્છના હંસાબેન જયસુખલાલ પંચાસરાએ લાભ લીધો છે, જેમણે સવારનો નાસ્તો, બપોરનું જમવાનું અને મહાપ્રસાદનો પણ લાભ આપ્યો છે. હવનના દાતા તરીકે સમસ્ત પંચાસરા પરિવારે સહયોગ આપ્યો છે.
આ ઉપરાંત, ચાંદીના છતરનો લાભ ધ્રોલના નટવરલાલ મોહનલાલ પંચાસરાએ લીધો છે. હવનના પાટલાનો લાભ લેનાર પરિવારોમાં ધીરજ મોહનલાલ પંચાસરા (ભુજ), સંદીપ શશીકાંત પંચાસરા (ભુજ), પ્રફુલ મગનલાલ પંચાસરા (મુલતઈ), જયસુખ વેલજીભાઈ પંચાસરા (ભુજ) અને જીજ્ઞેશ મનહરભાઈ પંચાસરા (ભુજ) નો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial