Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ફિર વોહી રફ્તાર!
જામનગર તા. ૧૬: જામનગર મહાનગરપાલિકા દ્વારા આગોતરા વિઝનના ઢોલ પીટવામાં આવે છે, પરંતુ હકીકતે પાંચ-સાત વર્ષનું તો દૂર, પરંતુ છ-સાત મહિનાનું પણ આયોજન આ તંત્ર પાસે નથી. તેનો વધુ એક દાખલો શહેરમાં જોવા મળ્યો છે.
જામનગરમાં પોલીસ હેડક્વાટર્સ પાછળ, ગોલ્ડન સિટી સોસાયટીના માર્ગે તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે આવાસ યોજનાનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેની નજીકમાં જ લાખો રૂપિયાના ખર્ચે કેનાલનું પણ કામ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે ત્યાં ગેસની પાઈપલાઈન નાખવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું છે.
નિયમ એવો છે કે કોઈપણ રોડ-રસ્તા વગેરેના કામ કરતા પહેલા ભૂગર્ભ ગટર, વોટર વર્કસ શાખાનું એનઓસી લેવું પડે છે કે તમારે કોઈ કામ કરવાનું બાકી નથી ને?
જેથી ખોદકામ કરવું પડે નહીં ત્યારે સવાલ એ છે કે સિવિલ વિભાગે અહીં બોક્ષ કેનાલનું કામ શરૂ કર્યું ત્યારે ગેસ લાઈનનું કામ બાકી છે તે કેમ ખબર ન પડી?
મહાનગરપાલિકાના આગોતરા આયોજનના અભાવે પહેલા રોડ-રસ્તા કેનાલ વગેરેના લાખો રૂપિયાના ખર્ચેથી કામ કરવામાં આવે છે, અને પછી થોડા જ દિવસમાં ત્યાં ખોદકામ કરી વિકાસ કામની પથારી ફેરવી નાખવામાં આવે છે. આ બેદરકારીમાં અધિકારી સાથે સત્તાધારી હોદ્દેદારો પણ તેટલા જ જવાબદાર છે.
આવા ખોદકામમાં પૈસા ભલે જે-તે પાર્ટી દ્વારા ખર્ચ કરવામાં આવતા હોય, પરંતુ નવા કામના સ્થળે થીગડા મારવા પડે તે કેટલા અંશે વ્યાજબી છે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial