Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અફવામાં ધ્યાન નહીં દેવા પુનઃ અપીલ
જામનગર તા. ૧૬: જામનગર જિલ્લામાં રવિ સિઝન માટે ૪૨૦૦ મેટ્રિક ટન યુરિયાનો જથ્થો ઉપલબ્ધ હોવાના દાવા સાથે યુરિયા ખાતરની અછત અંગેની અફવાઓથી દૂર રહેવા ખેતીવાડી વિભાગ જામનગરને ખેડૂતોને અપીલ કરી છે.
જામનગર જિલ્લામાં હાલમાં ચાલુ રવિ સિઝનમાં પાકની પરિસ્થિતિ ઘણી સારી છે, અને પાકને હાલ યુરિયા ખાતરની આવશ્યકતા રહેલી છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે જામનગર જિલ્લામાં વિવિધ તાલુકા મથકો તથા ગ્રામ્ય કક્ષાના વિક્રેતાઓ પાસે યુરિયાનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે.
જિલ્લાના ૬ તાલુકા કેન્દ્રો તેમજ ગ્રામ્ય સહકારી મંડળીઓ મળીને ચાલુ સિઝન માટે કુલ ૪,૨૦૦ મેટ્રિક ટન જેટલો યુરિયાનો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત, પુરવઠામાં વધારો કરવા માટે ચાલુ અઠવાડિયામાં હાપા ખાતેના રેક પોઈન્ટ પર ઇફકો કંપની મારફત યુરિયા ખાતરની રેક આવેલ હોય તેમાંથી જામનગર જિલ્લાને કુલ ૧૫૦૦ મે. ટન યુરિયા ખાતરની સપ્લાય કરવામાં આવેલ છે, તેમજ ક્રિભકો કંપની મારફત પણ ૭૫૦ મે. ટન યુરિયા ખાતરની સપ્લાય થનાર છે. વધુમાં, અન્ય ખાતર ઉત્પાદક કંપનીઓ દ્વારા પણ જરૂરિયાત મુજબ તમામ તાલુકાઓમાં નિયમિત સપ્લાય ચાલુ છે.
આમ, હાલમાં વિવિધ વિક્રેતા કેન્દ્રોમાં ઉપલબ્ધ ૪૨૦૦ મે. ટન યુરિયાનો જથ્થો તથા આગામી સમયમાં થનાર સપ્લાયને ધ્યાને લેતા જિલ્લામાં કોઈ પણ જગ્યાએ યુરિયા ખાતરની અછતની શક્યતાઓ રહેલી નથી. આથી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), જામનગર દ્વારા જિલ્લાના ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે કે યુરિયા ખાતરની અછત બાબતની અફવાઓથી દૂર રહેવા અને પોતાની જરૂરિયાત મુજબનો જથ્થો માન્ય રાસાયણિક ખાતરના વિક્રેતાઓ પાસેથી પોતાનો આધાર નંબર રજૂ કરી, ખાતર ખરીદીનું પાકું બિલ મેળવીને જ રાસાયણિક ખાતરની ખરીદી કરવી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial