Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેષ સહીત બે રાશિના જાતકોને નાણાકીય કામમાં ધ્યાન રાખવું, ધારણા પ્રમાણેના કામમાં મુશ્કેલી જણાય
Aries (મેષ: અ-લ-ઈ)
નાણાકીય જવાબદારીવાળા કામમાં આપે ધ્યાન રાખવું પડે. સામાજિક-વ્યવહારિક કામમાં રૂકાવટ જણાય.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૯
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આડોશ-પાડોશમાં વિવાદ, ગેરસમજ-મનદુઃખથી સંભાળવું પડે. અગત્યના કામના મિલન-મુલાકાત મુલત્વી રાખવી.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૧-૬
Gemini (મિથુન: ક-છ-ધ)
ઘર-પરિવારની ચિંતાના લીધે નોકરી-ધંધામાં આપનું મન લાગે નહીં. મિત્રવર્ગની ચિંતા અનુભવાય. વ્યય થાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૪-૮
Cancer (કર્ક: ડ-હ)
વાણીની સંયમતા રાખીને આપનું કામ કરવું. સંતાનના કામમાં, પરદેશના કામમાં રૂકાવટ-વિલંબ જણાય.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૯
Leo (સિંહ: મ-ટ)
મોસાળ પક્ષે-સાસરીપક્ષે બિમારી-ચિંતાનું આવરણ આવી જાય. દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. ચિંતા-ઉચાટ રહે.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૬-૪
Virgo (કન્યા: પ-ઠ-ણ)
રાજકીય-સરકારી કામ અંગેની મિલન-મુલાકાતમાં મુશ્કેલી જણાય. કોઈના દોરવાયા જાવતો પસ્તાવવું પડે.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૭
Libra (તુલા: ર-ત)
દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી-બેચેની અનુભવાય. તબિયતની અસ્વસ્થતા જેવું લાગ્યા કરે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૩-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાત દરમિયાન આપે ઉતાવળ કરવી નહીં. નોકર-ચાકર વર્ગની મુશ્કેલી જણાય.
શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૩-૬
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. પરંતુ ધાર્યા મુજબ કામ થાય નહીં. જમીન-વાહનના કામમાં ધ્યાન રાખવુંં.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૭
Capricorn (મકર: ખ-જ)
સીઝનલ ધંધામાં ગ્રાહકવર્ગનું ધ્યાન રાખવું પડે. સંતાનના પ્રશ્ને આપની ચિંતા-પરેશાનીમાં વધારો થાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૪-૧
Aquarius (કુંભ: ગ-શ-સ)
આ૫ની ગણતરી-ધારણા અવળા પડતા આપને મુશ્કેલી અનુભવાય. આકસ્મિક ખર્ચ-ખરીદીને લીધે નાણાભીડ જણાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૯
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
માનસિક પરિતાપ-વ્યગ્રતા જણાય. વિચારોની અસમંજસતાને લીધે મહત્ત્વના નિર્ણય લેવામાં મુશ્કેલી પડે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૧