Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માછીમારી માટે અમલમાં છે જાહેરનામું:
જામનગર તા. ૩: જામનગરના બેડીના બે માછીમાર ગઈકાલે માછીમારી માટે જતા બંને સામે પોલીસે ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે. હાલમાં ચોમાસાની સિઝનના કારણે માછીમારી પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું અમલમાં છે. તેનો ભંગ કરી માછીમારી કરવા જતા બંને માછીમાર દંડાયા છે.
જામનગરના બેડીમાં આવેલા જૂના બંદર પર ગઈકાલે સાંજે બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન બેડીમાં રહેતો જાફર હુસેન સોઢા નામનો શખ્સ પોતાની બોટ લઈને માછીમારી માટે જતો મળી આવ્યો હતો. હાલમાં દરિયામાં જવા પર માછીમારોને મનાઈ કરવામાં આવી હોવા છતાં આ માછીમાર દરિયામાં જતા જમાદાર જે.ડી. ઝાલાએ ખુદ ફરિયાદી બની ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
બેડી નજીક માધાપર-ભુંગામાં મસ્જિદ પાછળ રહેતો ગની એલીયાશ સુંભણીયા નામનો શખ્સ પણ દરિયામાં માછીમારી માટે જવા સામે પ્રતિબંધ મૂકતું જાહેરનામું અમલમાં હોવા છતાં ગઈકાલે દરિયામાં જતાં તેની સામે પણ બેડી મરીન પોલીસે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial