Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લામાં પીજીવીસીએલના
જામનગર તા. ૩: જામનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ હસ્તકના વીજ પોલ સ્થિત છે. આ વીજ પોલ પર કોઇપણ પ્રકારની પરવાનગી વગર ટેલિવિઝન નેટવર્ક કે ઓપ્ટિકલ ફાઇબર કેબલ્સ પ્રસ્થાપિત કરવામાં આવે છે. આવા કેબલ્સ સાથે જીવંત વીજ તારોના સ્પર્શના કારણે વીજ ઝટકો, આગ તથા ઘાતક અકસ્માતો જેવી ઘટનાઓ બનવાની સંભાવના રહે છે. જેના કારણે વીજ પુરવઠામાં વિક્ષેપ, સરકારી સંપત્તિનું નુકસાન અને માનવીય જીવન સામે કૃત્રિમ જોખમ પેદા થાય છે. આથી આ અંગે તકેદારીના પગલાં લેવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન. ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જે મુજબ, જામનગર મહાનગરપાલિકા સહિત જામનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સ્થિત કોઇ પણ વીજ પોલ પર બિનઅધિકૃત રીતે ટીવી કેબલો કે અન્ય તાર જોડવા, લંબાવવા કે પ્રસ્થાપિત કરવા નહીં. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ., જામનગર દ્વારા દૂર કરાયેલ ટીવી કેબલ કે અન્ય તારો પુનઃ પ્રસ્થાપિત કરવા નહીં. હાલની સ્થિતિએ બિનઅધિકૃત રીતે વીજ પોલ પર જોડણ/પ્રસ્થાપિત કરેલ કેબલ/તાર તા.૧૫ જુલાઈ સુધીમાં ફરજિયાત પણે દૂર કરવા.
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા (૪૫મો અધિનિયમ), ૨૦૨૩ની કલમ- ૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. તેમજ તેનું ટીવી કેબલ ઓપરેટરનું રજીસ્ટ્રેટન રદ્દ થવા પાત્ર રહેશે. તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial