Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૩: ખંભાળીયા શહેરમાં જોધપુર ગેઈટ વિભાગમાં વીસેક વર્ષ પહેલા તત્કાલીન પાલિકા પ્રમુખ જયેશભાઈ ગોકાણીના સમયમાં શોપીંગ સેન્ટર બન્યું હતું પણ તે પાલિકાની જગ્યા ના હોય સરકારની ન હોય, દુકાનોની હરરાજી થતી ન હતી. ૨૦૨૨માં આ બાબત તત્કાલીન પાલિકા કારોબારી ચેરમેન હીનાબેન આચાર્યના ધ્યાનમાં આવતા તેમણે દોઢેક વર્ષની જહેમત લઈને તથા રાજ્યમંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, પાલિકા ઈજનેર એન.આઅ.નંદાણીયા,ચિફ ઓફિસરો તથા જિલ્લાતંત્ર તથા સબ રજિસ્ટ્રાર તંત્ર દ્વારકા ગાંધીનગર સાથે ખાસ સંકલન કરીને વર્ષો જુનો આ પ્રશ્ન હલ કરાવતા આ શોપીંગ સેન્ટરની હરાજી થઈ હતી, જે પછી દસ્તાવેજ કરવા માટે ખાસ સરકારનો હૂકમ રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાના પ્રયાસોથી થતાં ગઈકાલે પાલિકા દ્વારા બારેય દુકાનોના દસ્તાવેજો કરીને આ તમામ દુકાનોનો કબજો માલિકોને સોંપાયો હતો.
પાલિકાને બાકી નીકળતી રકમ પણ તમામ આસામીઓએ પાલિકાને ચુકતે કરતા પાલિકાની તીજોરી કરોડો રૂપિયાથી ભરાઈ ગઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial