Advertisement
Author: નોબત સમાચાર

મુંદ્રામાં થયેલી ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલો શખ્સ ઝબ્બે

પેરોલ ફર્લો સ્કવોડે દબોચ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરના દિગ્જામ સર્કલ પાસેથી પેરોલ ફર્લો ટીમે ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલા એક શખ્સની અટકાયત કરી છે. આ શખ્સ સામે મુંદ્રા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયેલો છે.

જામનગરની પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા ગઈકાલે પીએસઆઈ એમ.વી. ભાટીયાની સુચનાથી કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં દિગ્જામ સર્કલ પાસે આવેલા એક શખ્સ અંગે બાતમી પ્રાપ્ત થતાં આ ટીમ ત્યાં દોડી ગઈ હતી.

ત્યાંથી મુકેશ કારાભાઈ સોલંકી નામના દેવીપુજક શખ્સની અટકાયત કરાઈ છે. એરફોર્સ રોડ પર જોગણીનગર નજીક બાવરીવાસમાં રહેતા મુકેશ સોલંકી સામે ગયા વર્ષે કચ્છના મુંદ્રા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુન્હો નોંધાયો હતો ત્યારપછી આ શખ્સ નાસતો ફરતો હતો. તેને દબોચી લઈ મુંદ્રા પોલીસને જાણ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh