Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના વાકીયા પાસે ટ્રેક્ટર સાથે બાઈક ટકરાઈ પડતા ડાંગરા ગામના યુવકને ઈજા

અચાનક ટ્રેક્ટર રોડ પર ચઢતા અકસ્માતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: ધ્રોલના વાકીયા ગામ પાસે ગયા બુધવારે એક ટ્રેક્ટર અચાનક જ રોડ ચઢતા તેની સાથે બાઈક ટકરાઈ પડયું હતું. આ અકસ્માતમાં ધ્રોલના ડાંગરા ગામના એક યુવાનને ગંભીર ઈજા થઈ છે. ધ્રોલ તાલુકાના ડાંગરા ગામમાં રહેતા અમિત હીરાભાઈ સરસીયા તથા તેમના મોટાભાઈ સુખા હીરાભાઈ ગયા બુધવારે જીજે-૧૦-ઈઈ ૭૫૩૬ નંબરના બાઈકમાં વાકીયા ગામ પાસેથી જતા હતા. આ વેળાએ રોડની સાઈડમાંથી જીજે-૧૦-સીજી ૨૦૧૩ નંબરનું એક ટ્રેક્ટર રોડ પર ચઢતા જ તેની સાથે બાઈક ટકરાઈ પડતા અમીતભાઈને ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે. તેઓએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh