ચિરવિદાય

જામનગરઃ (હાલ રાજકોટ)ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ સ્વ. ફુલચંદ ઉમીયાશંકર ત્રવાડી (ત્રવાડી ઉમીયાશંકર  કાલીદાસ મીઠાઈવાલા)ના પુત્ર જગદીશચંદ્ર, તે કિશોરભાઈ, રંજનબેન, રજનીભાઈ, અશોકભાઈ, જયેન્દ્રબેનના  ભાઈ, અવંતિકાબેનના પતિ, ધવલભાઈ, ભાર્ગવીબેનના પિતા, રાજેશકુમાર જાની, રિદ્ધિબેનના સસરાનું  અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૭-૩ને શનિવારે સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ,  તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવી છે.

જામનગરઃ અનિરૂદ્ધભાઈ શંકરલાલ માંકડ, તે સ્વ. મહેશભાઈ, સ્વ. અજીતભાઈ, સ્વ. જગદીશભાઈ, સ્વ.  વિભાકરભાઈ, સ્વ. પન્નાબેન, સ્વ. જયોત્સનાબેનના ભાઈ, જલધિર, જયદિપ, ભાવનાબેન, દેવાંગના પિતા,  સ્વ. સંદિપભાઈના સસરાનું તા. ૩-૩ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૫-૩ના સાંજે ૫ થી  ૫:૩૦ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવી છે.

લાલપુર નિવાસી (હાલ જામનગર) મહેતા ભોગીલાલ શામજીભાઈ (ઉ.વ.૮૬) તે વાસંતીબેનના પતિ, મનીષ,  પરીન, બીનાબેન, ભાવનાબેનના પિતા, હાર્દિકાબેન ચૈતાલીબેન, સંજયભાઈ, હિતેન્દ્રભાઈના સસરા, અમૃતલાલ  ડોસાલાલ મહેતા (વડપાંચસરા)ના જમાઈ, પૂર્વિ, યાત્રી, મોલ, નલના દાદા, કેવલ, માનવ, નિકેત, ફેમીના  નાનાનું તા. ૪-૩ના અવસાન થયું છે. સદ્ગતું ઉઠમણું તા. ૬-૩ના સવારે ૧૦:૧૫ વાગ્યે મોટા ઉપાશ્રય,  લાલબાગ, જામનગરમાં અને પ્રાર્થનાસભા ૧૧:૩૦ વાગ્યે અમૃતવાડી, જામનગરમાં રાખવામાં આવી છે.

જામનગરઃ નરેશભાઈ ભટ્ટ (ઉ.વ.૬૭) તે સ્વ. વજેશંકર ભટ્ટ તથા ગં.સ્વ. લીલાવંતીબેન વજેશંકર ભટ્ટના પુત્ર,  હેમલતાબેનના પતિ, ભરતભાઈ, ચંદ્રેશભાઈ, વીણાબેન નિશીતકુમાર વાસુ (આફ્રિકા), સંગીતાબેન કૌશિકકુમાર  દિક્ષિત (યુકે)ના ભાઈ, સોનલબેન, કૈલાશભાઈ, નિષ્માબેનના પિતા, સ્વ. જટાશંકર ગોપીયાણીના જમાઈનું તા.  ૧-૩ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૬-૩ના શુક્રવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન પાબારી  હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવી છે.

close
Ank Bandh