આયુષ્યમાન ભારત હેલ્થ સ્કીમ યોજના કેબિનેટમાં મંજુરઃ પાંચ લાખનું વીમા કવચ મળશે

નવી દિલ્હી તા. રરઃ નાણામંત્રી અરૃણ જેટલીએ બજેટમાં જાહેર કર્યા પછી હવે આયુષ્યમાન ભારત હેલ્થ સ્કીમને કેન્દ્રિય કેબિનેટે મંજુરી આપી દીધી છે. 'મોદી કેયર' તરીકે ઓળખાતી આ સ્કીમ હેઠળ ગરીબોને પરિવારદીઠ રૃપિયા પાંચ લાખ સુધીનું વીમા કવચ મળશે.

કેન્દ્રિય કેબિનેટે આયુષ્યમાન હેલ્થ સ્કીમ મંજુર કરી છે. મોદી સરકારની આ મહત્ત્વકાંક્ષી યોજનાથી દેશના ૧૦ કરોડ પરિવારો માટે પાંચ લાખ રૃપિયાનું વીમા કવચ આપવામાં આવશે. આયુષ્યમાન ભારત યોજના પ્રમાણે પ્રત્યેક પરિવારને પ્રતિવર્ષ સારવાર માટે પાંચ લાખ રૃપિયા સુધીનું વીમા કવચ મળશે.

આ યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના અને સિનિયર સિટીઝન ઈન્શયોરન્સ સ્કીમનું સ્થાન લેશે. નાણાપ્રધાને આ વર્ષે રજૂ કરેલા બજેટમાં આ યોજનાની જાહેરાત કરી હતી. હવે કેબિનેટે તેને મંજુરી આપી દીધી છે. સરકારે જણાવ્યા મુજબ આ યોજનાને ઉપલબ્ધ અને પારદર્શી બનાવવા માટે આધાર, કિંમત નિયંત્રણ જેવા ઘણા પ્રકારના ઓળખ પ્રમાણના ઉપાય કરવામાં આવ્યો છે. બીજી તરફ આ રાજ્યો પર નિર્ભર કરશે કે તે આને લાગુ કરવા ઈચ્છે છે કે નહીં. શરૃઆતી જાણકારી પ્રમાણે આ યોજના કેશલેસ હશે અને હાલની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનાને નવી યોજનાનું રૃપ આપવામાં આવશે. ૧ એપ્રિલ ર૦૧૮ થી સરકાર પાસે આ માટે બે હજાર કરોડ રૃપિયા ઉપલબ્ધ હશે.

સમગ્ર ભારતમાં આયુષ્યમાન પ્રોગ્રામ હેઠળ દોઢ લાખ સ્વાસ્થ્ય કેન્દ્ર બનાવવામાં આવશે. ખાનગી કંપનીઓ પણ આમાં ભાગ લઈ શકે છે.

જેટલીએ બજેટ ભાષણમાં કહ્યું હતું આયુષ્યમાન ભારત મુજબ આ બે દૂરગામી પહેલા વર્ષ ર૦રર સુધી એક નવા ભારતનું નિર્માણ કરશે. યુપીએ સરકારના સમયથી ચાલી રહેલી હાલની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજનામાં ગરીબ પરિવારોને ૩૦ હજાર રૃપિયાનું વાર્ષિક વીમા કવચ અપાતું હતું જે વધીને હવે પાંચ લાખનું થઈ જશે.

close
Nobat Varsik Lavajam Yojna 2020-21
close
PPE Kit