બ્રેઅકીંગ સમાચાર | દિલ્હી વિધાનસભાની ચૂંટણી વધુને વધુ રસપ્રદ બનતી જાય છે. | મોરબી નજીક અજન્ટા ગ્રુપ કંપનીની બસ ટ્રક સાથે અથડાતા ૩ર મહિલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત. | દિલ્હી એરપોર્ટ પર જેટ એરવેઝના વિમાના એન્જિનમાં આગ લાગી. તમામ એંસી મુસાફરોનો બચાવ. | ગૃહમંત્રી રાજનાથસિંહની તબિયત લથડતા એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયાં. | વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૬-ઓગસ્ટે મુંબઈની મુલાકાતેઃ મુંબઈમાં હાઈએલર્ટ. | અમદાવાદમાં ચાર લાખ રૃપિયાની નકલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો. | શ્રીનગરના પાસે આંતકી હુમલોઃ એક જવાન શહીદ અને બે ઘાયલઃ પૂંછના હમીરપરમાં પાક સેના તરફથી ગોળીબાર. | પંચમહાલના ઈલોલ ગામના સરપંચ વિરૃદ્ધ પૂર્વ સરપંચે અવિશ્વાસની દરખાસ્ત મુકતા સરપંચે પૂર્વ સરપંચ પર હુમલો કરીને નાક કાપી નાખ્યું. | દિલ્હીમાં મોટરમાં પસાર થતાં બે શખ્સો પાસેથી બસ્સો પચ્ચાસ પીસ્તોલ પકડાઈ. | બ્રિટનમાં માંચેસ્ટરથી લંડન મોટરમાં જતાં ભારતના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર સુનિલ ગાવસ્કર અને તેના મિત્રોએ ડ્રાઈવરને ઉંઘ આવી જતાં નડેલા અકસ્માતમાં સામાન્ય ઈજાઃ મોટરમાં ભારે નુકસાન. | વિસાવદર નજીક સિંહ અને સિંહણ વચ્ચે ઝપાઝપી થતાં સિંહનું મૃત્યુ. | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીર રોડ પ્રોજેક્ટ માટે આઠ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યુ. | ૧પ-ઓગસ્ટે રીલીઝ થનારી અજય-કરીનાની ફિલ્મ 'સીંધમ રીટર્ન્સ' ના એક ડાયલોગમાં હિન્દુ લોકોની ભાવનાને ઠેસ પહોંચાડાઈ હોવાની અલ્હાબાદ હાઈકોર્ટમાં ફરિયાદ. | રાજસ્થાનમાં ભારે વરસાદથી ત્રીસના મૃત્યુ. | મહારાષ્ટ્રના ગઢચીરોલીમાં એક મહિલાએ નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર ચપ્પલ ફેંક્યું. | અમેરિકાના ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ અભિનેતા રોબીન્સને ડીપ્રેશનના કારણે આત્મહત્યા કરી.

ફોટો સમાચાર

રાશી પરથી ફળ

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

દિવસ દરમિયાન આનંદ રહે, પરંતુ સાંજ પછી વાહન ચલાવવામાં, બહારનું ખાવાપીવામાં આપે સંભાળવું પડે. શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૨-૯

Capricorn (મકર: ખ-જ)

આજે આપને સાનુકૂળતા-હળવાશ રહે. પત્ની-સંતાનનાં કામમાં, નોકરી-ધંધાના કામમાં હળવાશ રહે. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૩-૬

Aquarius (કુંભ: ગ-શ-સ)

દિવસ દરમિયાન આપને કામાં સાનુકૂળતા-આનંદ રહે. સમયાંતરે અસ્વસ્થતા-ચિંતા અનુભવાય. શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૮

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

પત્ની-સંતાન-પરિવારના કામમાં ગુસ્સો કર્યા વગર દિવસ પસાર કરવો પડે. સાંજે હળવાશનો અનુભવય થાય. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૪-૬

Aries (મેષ: અ-લ-ઈ)

આનંદ-ઉત્સાહ રહે. ધર્મકાર્ય થાય, પરંતુ સાંજ પછી નોકરી-ધંધાના વિચારોમાં અટવાયેલા રહો. શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૫-૧

Taurus (વૃષભ: બ-વ-ઉ)

કામની વ્યસ્તતામાં દિવસ પસાર થાય, પરંતુ સાંજ પછી પરિવારના પુત્ર-પૌત્રાદિકના પ્રશ્નોથી બેચેની રહે. શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૨-૬

Gemini (મિથુન: ક-છ-ધ)

આજનો દિવસ સાનુકૂળતામાં પસાર થાય, પરંતુ સાંજની શરૃઆત ચિંતા-ખર્ચ-ઉચાટથી શરૃ થાય. શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૫-૨

Cancer (કર્ક: ડ-હ)

શાંતિ-સ્વસ્થતા-ધીરજ રાખી આજનો દિવસ આપે પસાર કરવો પડે. વાતવાતમાં ગુસ્સે થઈ જવું નહીં. શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૯-૪

Leo (સિંહ: મ-ટ)

સાંજ સુધી આનંદ-ઉત્સાહ અનુભવો, પરંતુ સાંજ પછી પારિવારિક-કૌટુંબિક પ્રશ્ને ચિંતા-ખર્ચ-મતભેદ જણાય. શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૬-૮

Virgo (કન્યા: પ-ઠ-ણ)

દિવસ કાર્યસફળતા-પ્રગતિનો રહે. સંબંધ-વ્યવહાર સચવાય, પરંતુ સાંજ પછી ચર્ચા-વિવાદથી દૂર રહેવું. શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૭

Libra (તુલા: ર-ત)

સવારના સમયમાં કામ આનંદથી કરી શકો, પરંતુ જેમ-જેમ સાંજ ઢળતી જાય તેમ-તેમ હ્યદય-મનને ઉચાટ રહે. શુભ રંગઃ મરૃન - શુભ અંકઃ ૪-૧

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આજનો દિવસ પરિવાર-સંતાનના કારણે ચિંતા-બેચેનીવાળો રહે. તમે તમારૃં કામ કરો, પરંતુ આંતરિક વ્યથા રહે. શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૩-૮

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

તમારા માટે મનોકામનાઓ પૂર્ણ કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની તમામ ઈચ્છાઓ-મનોકામનાઓ પૂર્ણ થતી જણાય. આપ માનસિક રીતે ઉત્સાહિત-આનંદિત રહેતા જણાવ. ગ્રહ-ગૃહસ્થિની બાબતે સમય શુભ રહેશે. કોઈ પ્રશ્ન કે સમસ્યા હશે તો તેને ઉકેલી શકશો. આપની ક્ષમતા-યોગ્યતા મુજબ લાભ મેળવી શકશો. રોજી-રોજગાર માટે ઉત્તમ તક મળી શકે. આપની માન-પ્રતિષ્ઠા-આબરૃમાં વૃદ્ધિ થાય તેવા કાર્યો બને. તા. ૧પ થી ૧૮ આનંદિત. તા. ૧૯ થી ર૧ સારી.

Capricorn (મકર: ખ-જ)

આપના માટે કામનું ભારણ સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપને આપના કાર્ય ક્ષેત્રે કાર્યબોજમાં સતત વધારો થતો જોવા મળે. શારીરિક-માનસિક શ્રમ-થાકનો અનુભવ થાય. સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી જરૃરી જણાય છે. વ્યાપાર-ધંધા-વ્યવસાયમાં ઉતાર-ચઢાવ જોવા મળે. સંતાન બાબતે કોઈ ચિંતા કે ઉપાધિ હશે તો તેનો ઉકેલ મેળવી શકશો. નાણાકીય દૃષ્ટિએ સમય શુભ ફળ આપનાર પૂરવાર થાય. ગ્રહ-ગૃહસ્થિ બાબતે સમય સાનકૂળ જણાય છે. તા. ૧ થી ૧૮ કાર્યબોજ રહે. તા. ૧૯ થી ર૧ લાભદાયી.

Aquarius (કુંભ: ગ-શ-સ)

તમારા માટે સ્વાસ્થ્ય સુધારતું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપની જુની બીમારીમાં રાહત મેળવી શકશો, પુનઃ સ્વસ્થતા પ્રાપ્ત કરી શકશો. કુટુંબ-પરિવાર બાબતે પ્રેમ-લાગણી-ઉત્સાહ જોવા મળે. કોઈ ધાર્મિક કે માંગલિક પ્રસંગ પાછળ ખર્ચ થાય. મિત્રો-સગા-સ્નેહીનો સાથ-સહકાર મળી શકે. વાહન ચલાવતા સંભાળવું. શત્રુ વિરોધીઓથી સાવધાની રાખવી. આવકની સામે જાવક વધે નહીં તેની તકેદારી રાખવી. તા. ૧પ થી ૧૮ સ્વાસ્થ્ય સુધરે. તા. ૧૯ થી ર૧ મધ્યમ.

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

આપના માટે વાદ-વિવાદ ટાળવાની સલાહ આપતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની માનસિક સ્થિતિ તંગ રહેવા પામે. નાની-નાની બાબતો મોટું સ્વરૃપ ન લે તેની કાળજી રાખવી. નોકરી-ધંધા-વ્યવસાયમાં પ્રગતિ થાય. કોઈ ધાર્મિક કે સામાજિક સમારંભમાં હાજરી આપવી પડે. યશ-માન-કીર્તિમાં વૃદ્ધિના યોગ બને. સમજી-વિચારીને કરેલ કાર્યનું શુભ પરિણામ જોવા મળે. આપના આત્મવિશ્વાસ-મનોબળમાં વૃદ્ધિ થશે. સંતાન બાબતેની ચિંતા દૂર થાય. તા. ૧પ થી ૧૮ વાદ-વિવાદ ટાળવા. તા. ૧૯ થી ર૧ સાનુકૂળ.

Aries (મેષ: અ-લ-ઈ)

તમારા માટે ખર્ચ-ખરીદી કરાવનારૃ સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપ આપના ઘર-પરિવારના સદસ્યો માટે સુખ-સગવડના સાધનો પાછળ ખર્ચ કરતા જણાવ. વડીલ વર્ગના સ્વાસ્થ્ય પાછળ આકસ્મિક ખર્ચ પણ થઈ શકે છે. આપ આપના કાર્ય ક્ષેત્રે કાર્યરત બની શકશો અને ખૂબ જ વ્યસ્ત રહો. ધંધાર્થે બહારગામ જવાનું પણ બને. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. તબિયત નરમ-ગરમ રહે. આપની આશા, અપેક્ષા અને આકાંક્ષાઓ પૂર્ણ થતી જણાય. તા. ૧પ થી ૧૮ વ્યસ્ત રહે. તા. ૧૯ થી ર૧ ખર્ચ-ખરીદી.

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના માટે ઉન્નતિકારક સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપ આપના કાર્ય ક્ષેત્રે નવિન કાર્યરચના કે ફેરફાર અમલમાં મૂકી ઉન્નતિ-પ્રગતિ મેળવી શકશો. નાણાકીય સ્થિતિ સદ્ધર બનતી જણાય. ઘર-પરિવારના કાર્યો પાછળ ખર્ચ રહે. મિત્રો-સગા-સ્નેહીનો સાથ-સહકાર સાંપડે. સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળશે. નોરિયાત વર્ગે પોતાના કાર્યમાં ચીવટ તેમજ કાળજી રાખીને કામ કરવું. વાહનચાલકોએ સાવધાની વર્તવી, અકારણ કોઈની સાથે વાદ-વિવાદમાં ઉતરવું નહીં. તા. ૧પ થી ૧૮ ઉન્નતિકારક. તા. ૧૯ થી ર૧ વાદ-વિવાદ ટાળવા.

Gemini (મિથુન: ક-છ-ધ)

તમારા માટે મિશ્ર ફળદાયી સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય બાબતે નાની-મોટી ફરિયાદો રહ્યા કરે. લાંબા સમયથી પેન્ડીંગ પડેલા કાર્યોનો ઉકેલ આવી શકે. મિત્રો-સગા-સ્નેહીનો યોગ્ય સાથ-સહકાર મળી રહે. કોઈના ઉપર આંધળો વિશ્વાસ કરવો નહીં, અન્યથા આપ વિશ્વાસઘાતનો ભોગ બની શકો છો. આર્થિક બાબતે નાણાભીડનો અનુભવ થતો જણાય. કાર્ય ક્ષેત્રે મહત્ત્વના નિર્ણય લેવામાં સાવધાની રાખવી. સંયમ અને શાંતિ જાળવી કાર્ય કરવા સલાહ છે. તા. ૧પ થી ૧૮ મિશ્ર. તા. ૧૯ થી ર૧ સાવધાની રાખવી.

Cancer (કર્ક: ડ-હ)

આપના માટે સ્નેહીજનો સાથે સમય પસાર કરાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને આપના ઘર-પરિવારના સભ્યો સાથે નાના-મોટા યાત્રા-પ્રવાસનો અવસર પ્રાપ્ત થાય. અંગત સંબંધો વધુ મજબૂત બનતા જણાય. નોકરી-ધંધા-વ્યવસાયમાં પ્રગતિ થાય. કોઈ ધાર્મિક-સામાજિક સમારંભમાં હાજરી આપવી પડે. યશ-માન-કીર્તિમાં વૃદ્ધિના યોગ બને. મોજશોખ પાછળ નાણાનો વ્યય થાય. માનસિક રીતે સ્થિતિ અજંપાભરી રહી શકે. સંતાનો બાબતે સમય શુભ જણાય છે. તા. ૧પ થી ૧૮ આનંદદાયી. તા. ૧૯ થી ર૧ સારી.

Leo (સિંહ: મ-ટ)

તમારા માટે વ્યાવસાયિક દૃષ્ટિએ મહત્ત્વનું સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન આપને વ્યાપાર-ધંધા-વ્યવસાય ક્ષેત્રે મહત્ત્વની તકો પ્રાપ્ત થતી જણાય. આપ આપના કાર્ય પ્રત્યે કર્તવ્યનિષ્ઠ રહેશો અને સફળતા મેળવી શકશો. ધાર્મિક વિચાર અને વૃત્તિનો આપનામાં સંચાર થતો જોવા મળે. દાંપત્યજીવનમાં અરસપરસ સમજુતિ જળવાઈ રહેશે. આપના સકારાત્મક વલણને લીધે આપ મુશ્કેલીઓને પાર કરી ધ્યેય હાંસલ કરી શકશો. નાણાકીય વ્યવહારમાં સાવધાની રાખવી. તા. ૧પ થી ૧૮ લાભદાયી. તા. ૧૯ થી ર૧ સાનુકૂળ.

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના માટે નફો-નુક્સાનભર્યો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન આપની સ્થિતિ ઉતાર-ચઢાવભરી બની રહે. આપ આપના કાર્ય ક્ષેત્રે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશો. આવક વૃદ્ધિ માટે સમય શુભત્ત્વ સૂચવે છે. આપ સફળતાના શિખર સર કરી શકશો, તો બીજી બાજું આપ માનસિક રીતે ચિંતા-તણાવથી ઘેરાયેલા રહેશો. આપના નોકર-ચાકર કે હાથ નીચે કામ કરનારથી સાચવવું. નાણા ધીરધાર કરનાર જાતકોએ સમજી-વિચારીને કાર્ય કરવું. યાત્રા-પ્રવાસ કંટાળાજનક અને ખર્ચાળ સાબિત થાય. તા. ૧પ થી ૧૮ સાનુકૂળ. તા. ૧૯ થી ર૧ ચિંતાદાયક.

Libra (તુલા: ર-ત)

તમારા માટે પરિવર્તનશીલ સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના સમયગાળા દરમિયાન સમય અને નસિબ બન્નેનો સાથ મળતા આપની જીવનશૈલીમાં સુખદ બદલાવ આવતો જોવા મળે. આપના મોજશોખમાં વૃદ્ધિ થાય. ગૃહ-ગ્રહ સ્થિતિ બાબતે સમય શુભ જણાય છે. આપના આયોજનો પાછળ ખર્ચ થઈ શકે છે. ટૂંકા અંતરના યાત્રા-પ્રવાસ-પર્યટનનું આયોજન શક્ય બને. આરોગ્ય બાબતે કાળજી લેવી આવશ્યક જણાય છે. ધન-સંપત્તિ બાબતે સમય નબળો જણાય છે. શત્રુઓથી સાચવવું. તા. ૧પ થી ૧૮ પરિવર્તનશીલ. તા. ૧૯ થી ર૧ સાનુકૂળ.

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના માટે માન-સન્માન અપાવતો સમય સાથે લાવતું સપ્તાહ શરૃ થવા જાય છે. આ સપ્તાહના દિવસો દરમિયાન સામાજિક-જાહેરજીવન ક્ષેત્રે આપના દ્વારા કોઈ મહત્ત્વનું કાર્ય સંપન્ન થવા પામે, જેના કારણે આપની માન-પ્રતિષ્ઠા-લોકપ્રિયતામાં વૃદ્ધિ થતી જોવા મળે. આપ આપની સુઝબુઝના ઉપયોગથી કાર્ય પાર પાડી શકશો. ધંધા-વ્યાપાર-વ્યવસાય ક્ષેત્રે આશાનું કિરણ દેખાશે. આટવાયેલા કે અટકેલા કાર્યો પતાવી શકશો. નોકરિયાત વર્ગને બદલી-બઢતીના યોગો બનતા જણાય. તા. ૧પ થી ૧૮ શુભ. તા. ૧૯ થી ર૧ માન-સન્માન મળે.

Opinion Poll

ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ 'કપ્તાન' કોણ..?
કાર્ટૂન

ફોટો ગેલેરી