ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ૫ગલે અમદાવાદમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છેઃ નીચાણ વાળા વિસ્તારામાં પાણી ભરાય ગયા છે / પટનામાં એક એસયુવી કારે રસ્તા પર ઉંઘતા ચાર બાળકોને કચડયાઃ ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મૃત્યુઃ ભીડે ડ્રાઈવરને ફટકારીને મારી નાખ્યો /

 

નિફ્ટી ફ્યુચર ૧૧૮૮૮ પોઈન્ટ મહત્ત્વની સપાટી...!!!

બીએસઈ સેન્સેક્સ ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઈ સેન્સેક્સ આગલા બંધ ૩૯૪૩૪.૯૪ સામે ૩૯૩૭૯.૧૩ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૯૩૧૯.૬૪ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો...સરેરાશ ૨૮૦ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૧ પોઈન્ટના ઉછાળા સાથે ૩૯૫૧૩.૮૨ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર ઃ ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૮૧૦.૩૦ સામે ૧૧૭૭૪.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૭૬૭.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો...સરેરાશ ૬૩ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૧ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૮૦૮.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

ભારતીય બજાર સપ્તાહના ત્રીજા દિવસે શરૃઆત તેજી સાથે થઇ હતી. ઘટયામથાળેથી ફંડોની શરૂ થયેલી તેજીમાં ઓટોમોબાઈલ શેરોમાં ઓવરસોલ્ડ પોઝિશન કવર થવા લાગતાં મારૂતી સુઝુકી, ટાટા મોટર્સ, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથે બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં તેજી જોવા મળી હતી. ભારતીય શેરબજાર હાલમાં વિચિત્ર સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે.બેન્ચમાર્ક નિફ્ટી તેની સર્વોચ્ચ ટોચથી માંડ ૩ ટકા જેટલો નીચે ટ્રેડ થઈ રહ્યો છે ત્યારે મિડ-કેપ ઇન્ડેક્સ તેની ટોચથી ૩૦ ટકા કરતાં વધુ ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. ખેદની બાબત એ છે કે મિડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં છેલ્લાં દોઢ વર્ષથી વેલ્યુએશન ઘસાઈ રહ્યાં છે અને તેમ છતાં તળિયાના ભાવે તેમાં કોઈ ટકાઉ ખરીદી જોવા મળી રહી નથી.

બીએસઈમાં સવારે ૧૧ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૯૭૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૩૪ અને વધનારની સંખ્યા ૧૧૪૪ રહી હતી. ૯૬ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.૧૨૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર (  ૧૧૮૦૮ ) ઃ આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૭૭૦ પોઈન્ટના  પ્રથમ અને ૧૧૭૩૦ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૮૩૮ પોઈન્ટ થી ૧૧૮૮૮ પોઈન્ટ, ૧૧૯૦૯ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૧૮૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી....!!!

છઝ્રઝ્ર લિમિટેડ ( ૧૫૭૦ ) ઃ સિમેન્ટ ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૫૭ આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ.૧૫૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૮૮  થી રૂ.૧૬૦૦ સુધી તેજી તરફી ધ્યાન...!!!

લાર્સેન લિમિટેડ (  ૧૫૬૨  ) ઃ ટેકનિકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૪૭ આસપાસ પોઝિટિવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૫૩૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૭૭ થી રૂ.૧૫૮૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!!

બાટા ઈન્ડિયા ( ૧૪૨૯ ) ઃ રૂ.૧૪૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૩૯૬ ના બીજા સપોર્ટથી ફૂટવેર સેક્ટર નો રોકાણલક્ષી  સ્ટોક રૂ.૧૪૪૪ થી રૂ.૧૪૫૦ સુધીની તેજી તરફી રુખ નોંધાવશે....!!!

ઁઝ્રન્ ટેકનોલોજી ( ૧૦૭૭  ) ઃ ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૦૯૭ થી રૂ.૧૧૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૧૦૬૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો....!!!

એકસિસ બેન્ક ( ૭૮૬ ) ઃ રૂ.૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૭૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૯૩ થી રૂ.૮૦૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ....!!!

બજારની ભાવિ દિશા.....

મિત્રો, વૈશ્વિક શેરબજારો વિચિત્ર સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. સમગ્રતયા સેન્ટિમેન્ટ નર્વસ જોવા મળી રહ્યું છે અને તેથી જ નજીકના સમયગાળા માટે ટ્રેડર્સે ઉછાળે વેચવાનો વ્યૂહ અપનાવવો જોઈએ. ચાલુ કેલેન્ડરમાં અત્યાર સુધી યુએસ-ચીન ટ્રેડ વોર બજારને સતત સતાવતું રહ્યું હતું. બજારની અપેક્ષા આર્થિક વૃદ્ધિને વેગવાન બનાવે તેવા સુધારાવાદી બજેટ પર રહેલી છે બજારમાં ચેતનાના સંચાર માટે બજારને ટેકો પૂરો પાડે તેવા સ્થાનિક અને વૈશ્વિક ચાલકબળની જરૂર છે.....!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription