હાર્દિક ૫ટેલ ર ઓકટોબરથી ફરી આવશે મેદાનમાંઃ હવે આમરણાંત નહીં પ્રતીક ઉપવાસ કરશે / રૃા. પ ૩૮૩  કરોડનો ડિફોલ્ટર ગુજરાતી બિઝનસમેન નીતિન સાંડેસરા યુએઈથી ફરારઃ નાઈઝીરયા ભાગ્યો હોવાની શેવાતી શંકા / પ્રધાનમંત્રી મોદી ત્રણ દિવસમાં બે વખત આવશે ગુજરાતઃ ર ઓકટોબરના દિને લેશે પોરબંદરની મુલાકાત /

જમનગર સહિત ગુજરાતમાં સરકારી હોસ્પિટલોની પોલંપોલ... 'કેગ'નો રિપોર્ટ

ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડથી મહત્વાકાંક્ષી હેલ્થ સ્કીમ પ્રધાનમંત્રી જનઆરોગ્ય આયુષ્માન ભારત યોજના લોન્ચ કરી, જેને મીડિયાવાળા 'મોદીકેર'થી ઓળખે છે. અમેરિકામાં ભૂતકાળમાં 'ઓબામા કેર' યોજના ખૂબ જ ચર્ચાસ્પદ બની હતી, પરંતુ તે પછીની ચૂંટણીમાં ઓબામાની પાર્ટી હારી ગઈ હતી, અને ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ બન્યા પછી ઓબામા કેર યોજના 'ડમ્પ' કરી દીધી હતી, જો કે ભારતમાં આ યોજનાનું હજુ લોન્ચીંગ જ થયું છે, અને તેની સામે ઘણાં પડકારો પણ છે, તેથી 'ઓબામા કેર' જેવુું થશે? થઈ પણ શકે ને?

એવો દાવો કરાયો છે કે આ યોજના હેઠળ દેશના ૧૦ કરોડ પરિવારોના લગભગ પ૦ કરોડ લોકોને લાભ મળશે. આ યોજના હેઠળ નિર્ધારિત કરેલા લક્ષિત પરિવારોને રૃપિયા પાંચ લાખ સુધીની તબીબી સારવાર મફત મળશે. આ યોજના સાથે સરકારી ઉપરાંત પ્રાઈવેટ હોસ્પિટલોને પણ જોડવામાં આવશે.

આ યોજનાનો પ્રારંભ કરવા ભાજપ સરકારે ગુજરાતમાં પણ જિલ્લે-જિલ્લે તાયફા કર્યા હતાં અને મુખ્યમંત્રી રૃપાણીએ આ યોજનામાં સોનાનો સૂરજ દેખાયો હતો, જો કે તેમણે જ ગુજરાતમાં હાલમાં પ્રવર્તમાન અન્ય આરોગ્ય-તબીબી સેવાઓના ગુણગાન ગાયા હતાં, ત્યારે એવું લાગ્યું કે શું રાજ્યની કેટલીક તબીબી સેવાઓ હવે પૂરક બની રહેશે કે પછી નવી યોજનાના નામે ઊડાડી દેવાશે?

ગુજરાતમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમો દરમિયાન કેટલાક સ્થળે તો માંડ માંડ પ્રેક્ષકો ભેગા કરી શકાયા અને રાજ્યકક્ષાના કાર્યક્રમમાં વડાપ્રધાનના ઝારખંડના કાર્યક્રમના જીવંત પ્રસારણ સમયે કેટલાક લોકોએ ચાલતી પકડતા તંત્ર હડિયાપટ્ટીએ ચડ્યું હતું, તો સીએમ રૃપાણી નારાજ થયા હોવાના અહેવાલો જોતા ભાજપના રોજીંદા તાયફાઓમાં હવે લોકોને રસ જ રહ્યો નથી, તેમ કહી શકાય.

ભાજપ સરકારની એ કાબેલિયત છે કે તે કોઈપણ યોજનાનો ધડાકાભેર પ્રચાર કરે છે, જેથી અન્ય મહત્ત્વના મુદ્દાઓ માટે થતી ચર્ચા આ નવા મુદ્દા તરફ વળી જાય છે. ગઈકાલ સુધી રાફલ ડીલ કૌભાંડના મુદ્દે થતી મીડિયાની ચર્ચા હવે આયુષ્માન યોજનાની ચર્ચામાં બદલી ગઈ છે. છે ને અદ્ભુત મીડિયા મેનેજમેન્ટ?

મીડિયામાં એવી ચર્ચા થઈ રહી છીે કે કેટલાક રાજ્યોમાં પહેલેથી જ આ પ્રકારની હેલ્થસ્કીમ ચાલી રહી છે અને કેટલાક રાજ્યોને સિસ્ટમ પર ભરોસો નથી, તેથી કેટલાક રાજ્યોએ આ યોજનામાં સહયોગી બનવાનો સ્પષ્ટ નનૈયો ભણી દીધો છે, તો કેટલાક રાજ્યો હિચકિચાટ કરી રહ્યા છે.

દેશમાં આરોગ્ય-તબીબી ક્ષેત્રની 'સિસ્ટમ' તો ખામી ભરેલી છે જ, પરંતુ ભાજપ શાસિત રાજ્યોમાં પણ આરોગ્ય અને તબીબી ક્ષેત્રના  તંત્રો ખાડે ગયેલા છે. તેની સાબિતી ગુજરાતમાં જ મળી ગઈ છે.

'કેગ'ના તાજા રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે જામનગર અને સુરત જિલ્લાઓમાં સરકારી હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં આઈસીયુ બેડની સંખ્યા ઓછી છે. જામનગરની જી.જી. હોસ્પિટલ સહિત રાજ્યની મેડિકલ કોલેજોમાં જ્યારે જ્યારે એમસીઆઈનું ઈન્સ્પેક્શન થવાનું હોય, ત્યારે ત્યારે અન્ય કોલેજોમાંથી પ્રોફેસરોની સામૂહિક બદલી કરીને ખાલી જગ્યાઓ ભરી દેવામાં આવે છે, અને આ અંગે બધું જ જાણતી એમસીઆઈની તપાસણી ટીમ ગાંધારીની જેમ આંખે પાટા બાંધીને જે-તે કોલેજમાં 'સબ સલામત'ની નોંધ લઈને (મહેમાનગતિને માણીને) અને દેખાવ ખાતર કેટલાક વાંધાઓ નોંધીને રિપોર્ટીંગ કરી દેતી હશે. આમાં 'ધૃતરાષ્ટ્ર' કોણ હશે, તે વાચકો સમજી જ ગયા હશે.

જ્યાં ભાજપ શાસિત રાજ્યોમાં જો વર્તમાન સિસ્ટમો જ ખોરવાઈ ગયેલી હોય અને ઉચ્ચ કક્ષા સુધી આંખમિંચામણા કરીને તબીબી સેવાઓના નામે જનતાને છેતરવામાં આવતી હોય, ત્યારે આયુષ્માન યોજનાનો લાભ ક્યારે મળશે, તે તો રામ જાણે, પરંતુ 'વોટબેંક' પર નજર જરૃર રહેશે!

હવામાન

weather

શબ્દવ્યુહ

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00