મોદી સરકારની માઠીઃ જથ્થાબંધ ફૂગાવાનો દર ડિસેમ્બરમાં ૨.પ૯% પર પહોંચ્યો

નવી દિલ્હી તા. ૧પઃ દેશમાં અનેક પ્રકારના વિરોધનો સામનો કરી રહેલી મોદી સરકાર માટે માઠા અહેવાલો આવ્યા છે. ડિસેમ્બર ર૦૧૯ માં જથ્થાબંધ ફૂગાવાનો દર ર.પ૯ ટકા પર પહોંચી ગયો છે, જે નવેમ્બરમાં ૦.પ૮ ટકા જ હતો.

ફૂગાવાના મોરચે કેન્દ્રની મોદી સરકારને વધુ એક ઝટકો લાગ્યો છે. મંગળવારે (૧૪ જાન્યુઆરી) એ જાહેર કરાયેલા આંકડા મુજબ ડિસેમ્બરમાં જથ્થાબંધ ફૂગાવાનો દર ર.પ૯ ટકા પર પહોંચી ગયો છે. એક મહિના પહેલા નવેમ્બરમાં તે ૦.પ૮ ટકા પર હતો જ્યારે એક વૃષ અગાઉ ડિસેમ્બર ર૦૧૮ માં જથ્થાબંધ ફૂગાવાનો દર ૩.૪૬ ટકા હતો.

મળતી માહિતી મુજબ ડિસેમ્બરમાં ખાદ્ય ચીજોનો જથ્થાબંધ ફૂગાવાનો દર ૧૧.૦પ ટકા હતો. જે નવેમ્બરમાં ૯.૦ર ટકા હતો. ડિસેમ્બરમાં પ્રાઈમરી આર્ટિકલ ઈન્ફ્લેશન ૧૧.૪૬ ની સપાટીએ રહ્યો હતો, જે એક મહિના અગાઉ ૭.૬૮ ટકા હતો. એ જ રીતે ડિસેમ્બરમાં ઈંધણ અને વીજળી માટેનો જથ્થાબંધ ફૂગાવો નવેમ્બરમાં ૭.૩ર ટકાની તુલનામાં ડિસેમ્બરમાં ૧.૪૬ ટકા હતો. આ અર્થમાં, જથ્થાબંધ ફૂગાવા નીચે આવ્યો છે. જથ્થાબંધ ફૂગાવાના આ આંકડા એવા સમયે  આવ્યા છે જ્યારે છૂટક ફૂગાવો પ વર્ષના ઉચ્ચતર સ્તરે છે. સોમવારે જારી કરાયેલા આંકડા મુજબ ડિસેમ્બરમાં છૂટક ફૂગાવો વધીને ૭.૩પ ટકા થયો છે.

ફૂગાવાના આંકડામાં વધારાનો અર્થ એ છે કે આરબીઆઈ આગામી નાણાકીય નીતિ સમીક્ષા બેઠકમાં રેપોરેટને ફરીથી સ્થિર રાખી શકે છે. જો આવું થાય તો તે સતત બીજી વખત બનશે કે રેપોરેટમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. રેપોરેટને સ્થિર રાખવાનો અર્થ એ છે કે બેંકો પાસેથી વ્યાજની કપાતની અપેક્ષા ઓછી થશે. દેખીતી રીતે, કોઈ વ્યાજની કપાતની સ્થિતિમાં, લોન સસ્તી નહીં હોય. ઉલ્લેખનિય છે કે, રેપોરેટ ઘટાડા દરમિયાન આરબીઆઈ રિટેલ ફૂગાવાના દરને ધ્યાનમાં લે છે (ર૩.ર)

દેશભરમાં અનેક મુદ્દે વિરોધનો સામનો કરી રહેલા મોદી સરકાર માટે આ અહેવાલો માઠી દશા સૂચવે છે. વિપક્ષોએ આ મુદ્દે મોદી સરકાર પર તડાપીટ બોલાવી છે.

close
Nobat Subscription