ખંભાળિયા વકીલ મંડળના હોદ્દેદારોની વરણી

ખંભાળિયા તા. ૧૫ઃ ખંભાળિયા વકીલ મંડળના વર્ષ ર૦ર૦ માટે પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરી તથા ખજાનચી તથા લાઈબ્રેરિયનના પદ માટેની ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી તથા લાઈબ્રેરિયન પદો બિનહરીફ રહ્યા હતાં. પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાતા જેમાં વકીલ મંડળના નોંધાયેલા સભ્યો ૧૬પ મતદારો પૈકી ૧૩૭ મતદારોએ મતદાન કર્યું હતું. મત ગણતરી ચૂંટણી કમિશનર તરૃણભાઈ એમ. સાતા તથા દિલીપભાઈ વ્યાસની અગ્રતામાં શરૃ થઈ હતી. જેમાં પ્રમુખ તરીકે સંજયભાઈ જે. જોષી ૮૯ મતો મેળવી ૪૩ મતની જંગી લીડથી જીત મેળવી દેવભૂમિ દ્વારકાના ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતાં. જ્યારે ઉપપ્રમુખ પદમાટે કે.જી. મલકાન, સેક્રેટરી પદ મો રમેશભાઈ વી. ભાદરકા તથા જોઈન્ટ સેક્રેટરી તરીકે જયકુમાર આર.કુવા તથા ખજાનચી તરીકે તુષાર બી. ત્રિવદી તેમજ લાઈબ્રેરિયન તરીકે રામભાઈ એમ. જામ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતાં.

close
Nobat Subscription