હાલારમાંથી અલગ-અલગ લોકોની તલાસી લેતા ૨૦થી વધુ શરાબની બોટલ મળી આવી

જામનગર તા. ૧૫ઃ જામનગરના દિગ્વિજય પ્લોટમાંથી એક શખ્સ શરાબની સાત બોટલ સાથે ઝડપાયો છે જ્યારે શેઠવડાળા, ખંભાળીયાના સલાયા નાકા, દ્વારકામાંથી પણ અંગ્રેજી શરાબની બોટલ મળી આવી છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં. ૪૯માંથી ગઈકાલે બપોરે પસાર થતા નિલેશ લક્ષ્મીદાસ મંગે ઉર્ફે ડોન નામના શખ્સની પોલીસે અંગ્રેજી શરાબની સાત બોટલ સાથે પકડી પાડી રિમાન્ડ પર લેવાની તજવીજ કરી છે.

જામજોધપુર તાલુકાના શેઠવડાળાથી જશાપર વચ્ચેના રોડ પર જતા લગધીર ઉર્ફે લલીત સોંદરવા નામના શખ્સને પોલીસે રોકાવી તલાસી લેતા તેના કબજામાંથી શરાબની એક બોટલ મળી આવી હતી.

કલ્યાણપુર તાલુકાના બામણાશા ગામમાંથી સોમવારે પોલીસે ગાગા ગામના ટ્રક ડ્રાયવર યુવરાજસિંહ તખુભા વાઢેર નામના શખ્સને પોલીસે શરાબની દસ બોટલ સાથે પકડી પાડ્યો છે.

દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાંથી ગઈકાલે કાનાભાઈ દેવાભાઈ ગઢવી નામના શખ્સને બે બોટલ શરાબ સાથે પોલીસે પકડી પાડ્યો હતો.

ખંભાળીયાથી ગઈકાલે સાંજે સલાયા નાકા પાસે રહેતો સોયબ સુમારભાઈ સમા નામનો શખ્સ શરાબની એક બોટલ સાથે પોલીસની ગીરફતમાં આવ્યો હતો.

close
Nobat Subscription