ખંભાળીયાઃ ઉત્તરાયણ પર્વની મોજ માણતા નગરજનો

ખંભાળીયા તા. ૧૫ઃ ખંભાળીયાના નગરજનોએ ઉત્તરાયણ-મકરસંક્રાંતિ પર્વની મનભરીને ઉજવણી કરી હતી. સંક્રાંતિના આગલા દિવસે જ બજારોમાં પતંગની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા હતા. પતંગ ચગાવવા માટે અનુકુળ જોરદાર પવન નીકળતા પતંગ બાજોને ભારે મજા પડી ગઈ હતી. બાળકોથી લઈને લોકો ધાબા પર ચડી ગયા હતા અને સાંજ સુધી પતંગો ચગાવવાનો આનંદ માણ્યો હતો. ચાઈનીઝ દોરી તથા તુક્કલ પર પ્રતિબંધ હોવા છતાં તેનો ઉપયોગ ક્યાંક થયો હતો. ખંભાળીયાના ઘણા સેવાભાવીઓએ ગરીબ વિસ્તારોમાં પતંગ, દોરી, ફીરકી મમરા-તલના લાડું, જીંજરાનું વિતરણ કરી ગરીબ બાળકોને પતંગોત્સવની મોજ કરાવી હતી.

close
Nobat Subscription