ખંભાળિયાઃ એબીવીપીની ગુંડાગીરીના વિરોધમાં એનએસયુઆઈનું આવેદનપત્ર

ખંભાળિયા તા. ૧૫ઃ દિલ્હીની જેએનયુમાં એબીવીપીના બુકાનીધારી ગુંડાઓ દ્વારા છાત્રોને મારપીટ કરવાના બનાવ અંગે અમદાવાદમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓએ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ત્યારે ભાજપ તથા એબીવીપીના ગુંડા તત્ત્વોએ પોલીસની હાજરીમાં જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાના વિરોધમાં એનએસયુઆઈ, દેવભૂમિ દ્વારા જિલ્લો કોંગ્રેસ સમિતિ તથા યુવક કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પગલાં  લેવા રજૂઆત કરી હતી.

આ કાર્યક્રમમાં કોંગ્રેસના અગ્રણીઓ મુળુભાઈ કંડોરિયા, યાસીનભાઈ ગજણ, મેરગભાઈ ચાવડા, દાનાભાઈ માડમ, દેવર્ષિભાઈ જોષી, સોહનભાઈ ભુંડિયા, મુકેશભાઈ કરમુર, યશભાઈ પલાણ વગેરે જોડાયા હતાં.

close
Nobat Subscription