જામનગરમાં આહિર સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન

જામનગર તા. ૧૧ઃ જામનગર જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વરસે પણ દશેરાના દિવસે આહિર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ યોજાનાર છે.

શૈક્ષણિક, રમતગમત, સાંસ્કૃતિક ક્ષેત્રે આહિર સમાજના જે વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હોય તેમણે આધાર તરીકે માર્કશીટ, પ્રમાણપત્રની નકલ, નામ-સરનામું, મોબાઈલ નંબરની વિગતો સાથે તા. ર૪.૯.ર૦૧૯ સુધીમાં આહિર બોર્ડીંગ ભવન, અંબર સિનેમા સામે, જી.જી. હોસ્પિટલ રોડ, જામનગરમાં પહોંચાડી દેવાના રહેશે. સમયમર્યાદા પછી આવેલ પ્રમાણપત્રને ધ્યાનમાં લેવાશે નહીં. આ ઉપરાંત આહિર કર્મચારીઓનું નવું પોસ્ટીંગ થયું હોય કે ખાતાકીય પ્રમોશન કે ફરજમાં ઉત્તમ દેખાવ કર્યો હોય તેવા કર્મચારીઓને પણ આધાર-પુરાવા તા. ર૪.૯.ર૦૧૯ સુધીમાં આહિર બોર્ડીંગ ભવનમાં પહોંચાડી દેવા જણાવાયું છે. વધુ વિગતો માટે રમેશભાઈ રાવલિયા (૯૯ર૪૧ ૩૧પ૭પ), રામશીભાઈ ચાવડા (૯૪ર૬૬ ૬૭૬૧પ), પ્રો. અરજણભાઈ નંદાણિયા (૯૮રપ૯ ૯૦૦પ૮) નો સંપર્ક કરવો.

close
Nobat Subscription