બાલાચડી સૈનિક સ્કૂલમાં સ્પીક મેકેના સહયોગથી શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમઃ શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા

જામનગર તા. ૧પઃ તાજેતમાં સોસાયટી ફોર પ્રમોશન ઓફ ઈન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક એન્ડ કલ્ચરલ એમોન્ગ યુથ (સ્પીક મેકે) ના સહયોગથી સૈનિક સ્કૂલ બાલાચડી (જામનગર) માં શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જાણીતા સરોદવાદક પંડિત પાર્થો સરોઠી અને તબલાવાદક પંડિત આશિષ પૌલ દ્વારા શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને શાસ્ત્રીય સંગીત સરોદ અને તબલા વિશે મૂલ્યવાન જાણકારી આપી હતી.

સૈનિક સ્કૂલ બાલાચડીનો ધ્યેય વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવાનો છે ત્યારે આ પ્રકારના કલા પ્રદર્શનથી વિદ્યાર્થીના સર્વાંગી વિકાસને વેગ મળેછે. આથી સ્કૂલમાં સમયાંતરે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

પંડિત પાર્થો સરોઠી દ્વારા રજૂ કરવામાં આવેલ સરોદવાદ જોઈ શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતાં અને શાસ્ત્રીય સંગીતની મહત્તા મહેસુસ કરી હતી. શ્રોતાઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના ઉત્તર પણ આપવામાં આવ્યા હતાં.

આ સમયે સૈનિક સ્કૂલ બાલાચડીના પ્રિન્સિપાલ ગ્રુપ કેપ્ટન રવિન્દ્રસિંહે પંડિત પાર્થો સરોઠી અને પંડિત આશિષ પૌલને સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સન્માનિત કર્યા હતાં. આ પછી પ્રિન્સિપાલએ પોતાના સંબોધનમાં આ પરંપરાગત નૃત્યના મહત્ત્વ વિશે વાત કરી હતી અને તેમણે કહ્યું હતું કે, નૃત્યથી વિદ્યાર્થીઓમાં સ્વયં શિસ્ત, નમ્રતા અને શારીરિક સમતુલનનો વિકાસ થાય છે. આ કાર્યક્રમમાં અધિકારીઓ સહિત સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

close
Nobat Subscription