દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સર્વર ડાઉન થઈ જતાં કર્મચારીઓના પગાર અટવાયા

ખંભાળિયા તા. ૧૫ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા છ-સાત દિવસથી સર્વર એકદમ ધીમા-ડાઉન થઈ જવાના કારણે કર્મચારીઓના પગાર જે દર મહિને ર/૩ તારીખે થઈ જાય તે આ મહિને નવ તારીખ સુધી થઈ શક્યા નથી.

આ ઉપરાંત જિલ્લા શિક્ષણ વિભાગની ગ્રાન્ટના આદેશ પંદર દિવસ અગાઉ થઈ ગયા છે તે ગ્રાન્ટની રકમ પણ જમા થઈ શકી નથી.

ખેડૂતોના ઓનલાઈન પેમેન્ટની પ્રક્રિયાના કારણે સર્વર જામ થઈ જાય છે અને પછી ચાલુ થતું નથી. તેના કારણે સમગ્ર રાજ્યમાં આ પ્રકારની પરેશાની થઈ રહી હોવાની ફરિયાદો ઊઠવા પામી છે.

close
Nobat Subscription