જામનગરમાં ડેન્ગ્યૂનો ફૂંફાડોઃ ગઈકાલે જી.જી. હોસ્પિટલમાં વધુ ૪૭ દર્દી દાખલ

જામનગર તા. ૯ઃ જામનગરમાં યથાવત્ જળવાયેલા ડેન્ગ્યૂના રોગચાળામાં ગઈકાલે ૪૭ દર્દીઓના રિપોર્ટ ડેન્ગ્યૂ પોઝિટિવ મળ્યા હતાં. જામનગરમાં ચારેક માસથી ડેન્ગ્યૂનો રોગચાળો ડેરાતંબુ તાણીને બેઠો છે અને તેમાં રાહતના કોઈ અણસાર જોવા મળતા નથી. આજે પણ દરરોજ એટલા જ કેસ નોંધાઈ રહ્યા છે, જો કે છેલ્લા કેટલાક દિવસમાં કેસોની સંખ્યામાં થોડો ઘટાડો જરૃર જોવા મળ્યો છે. આમ છતાં પણ ખાસ્સી મોટી સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યા છે. ગઈકાલે પણ ૪૭ દર્દીઓને ડેન્ગ્યૂ લાગુ પડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
close
Nobat Subscription