જામનગરના વેપારીને ચેક પરતના બે કેસમાં સજા ફટકારતી અદાલત

જામનગર તા. ૧૪ઃ જામનગરની ગ્રેઈન માર્કેટના એક વેપારીને ચેક પરતના બે કેસમાં અદાલતે છ-છ મહિનાની કેદ તથા ચેકની રકમથી વધુનો દંડ ફટકાર્યો છે.

જામનગરની ગ્રેઈન માર્કેટમાં આવેલી જયેશ એન્ડ કાું. નામની પેઢીવાળા જયેશભાઈ પ્રેમચંદભાઈ ચંદરીયાએ બ્રાસપાર્ટના વેપારી સુમીતભાઈ ગુઢકા પાસેથી રૃા. એક લાખ તથા બીજી વખત રૃા. દોઢ લાખ હાથઉછીના મેળવી તેની પરત ચુકવણી માટે બે જુદાન્ જુદા ચેક આપ્યા હતાં.

આ બંને ચેક બેકમાંથી પરત ફરતા સુમીતભાઈએ નોટીસ પાઠવ્યા પછી અદાલતમાં બે ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતા અદાલતે બંને કેસમાં આરોપી જયેશ ચંદરીયાને તકસીરવાર ઠરાવી છ-છ મહિનાની કેદ તથા એક કેસમાં દોઢ લાખ તથા બીજા કેસમાં રૃા. બે લાખનો દંડ ફરમાવ્યો છે. ફરિયાદી તરફથી વકીલ બી.એન. શેઠ રોકાયા હતાં.

close
Nobat Subscription