ઈરાને બ્રિટનનું ઓઈલ ટેન્કર કબ્જે કર્યુંઃ બ્રિટને કહ્યું પરિણામ ભોગવવા માટે રહો તૈયાર / હાફિઝની ધરપકડ એક નાટકઃ જેલમાં નહીં પણ જેલરના બંગલા રહે છે હાફિઝ / અમેરિકામાં માનવતસ્કરી કરનાર એક ગુજરાતી મહિલાને ત્રણ વર્ષની જેલ સજાઃ તેમજ લાખો ડોલરનો દંડ /

ભાજ૫ના ઉમેદવાર પૂનમબેન માડમને ખંભાળીયા સહિત સમગ્ર દ્વારકા જિલ્લામાંથી મળી રહેલો અભૂતપૂર્વ આવકાર

ખંભાળીયા તા. ૧પઃ જામનગર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમે ખંભાળીયા તાલુકાના ભરાણા (વાડીનાર), કંડોરણા (બજાણા), હરસિદ્ધિનગરી (હર્ષદપુર) તથા શક્તિનગર વિસ્તારમાં વિદ્યુતવેગી પ્રવાસ કરી સઘન લોકસંપર્ક કર્યો હતો. આ તમામ સ્થળોએ મોટી સંખ્યામાં લોકોએ સ્વયંભૂ ઉપસ્થિત રહી પૂનમબેન માડમ પ્રત્યે પ્રચંડ જનસમર્થનના દર્શન કરાવ્યા હતાં.

લોકસભાની જાહેર થયેલી સામાન્ય ચૂંટણી અન્વયે સમગ્ર હાલાર પંથકની જનતામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમની નોંધપાત્ર લીડના સંપૂર્ણ વિશ્વાસ સાથે તેમને વ્યાપક આવકાર સાંપડી રહ્યો છે.

રાજકીય ક્ષેત્રે ખંભાળીયાથી પા-પા પગલી ભરી, ખંભાળીયાના ધારાસભ્ય તરીકે ઐતિહાસિક લીડથી વિજેતા બનેલા ભારતીય જનતા પાર્ટીના જાગૃત અને સદાય સક્રિય સૈનિક એવા પૂનમબેન માડમે વર્ષ-ર૦૧૪ માં સાંસદ તરીકે ચૂંટાઈને સમગ્ર દેશમાં જામનગર - દેવભૂમિ દ્વારકા જિલ્લાનું નામ રોશન કર્યુ છે. આ સાથે સમગ્ર હાલાર પંથકને અનેક સેવાઓ-સુવિધાઓ પ્રાપ્ત થવા પાછળ પૂનમબેન માડમનો સિંહફાળો લોકોની આંખે ઉડીને વળગે તેવો બની રહ્યો છે.

૧ર-જામનગર સંસદીય મતક્ષેત્રની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂનમબેન માડમને પુનઃ ટિકિટ અપાતાં ખંભાળીયા સહિત સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે આવકાર મળી રહ્યો છે.

છેવાડાના જિલ્લા એવા દેવભૂમિ દ્વારકા તથા મુખ્ય મથક ખંભાળીયાને અનેકવિધ સુવિધાઓ મળતાં હાલ લોકસંર્પક માટે નીકળતાં પૂનમબેન માડમને સાર્વત્રિક અને ઐતિહાસિક આવકાર સાંપડી રહ્યો છે.

સઘન લોકસંપર્ક

ખંભાળીયા પંથકમાં લોકસંપર્ક અર્થે આવેલા પૂનમબેન માડમને ખંભાળીયાના ગ્રામ્ય વિસ્તારો તથા શહેરમાં સન્માનિત કરવામાં આવ્યાં હતાંં. આ અંતર્ગત ખંભાળીયા તાલુકાના ભરાણા (વાડીનાર), કંડોરણા (બજાણા), હરસિદ્ધિના (હર્ષદપુર) તથા શક્તિનગર વિસ્તારોમાં પૂનમબેન માડમનો પ્રવાસ યોજાયો હતો. જેમાં ઐતિહાસિક સંખ્યામાં જનમેદની સ્વયંભૂ રીતે ઉમટી પડી હતી.

કાર્યકર્તાઓનું સંમેલન

આ સાથે અહીંના બેઠક રોડ પર આવેલ રાજપૂત સમાજની વાડીમાં ખંભાળીયા શહેર, સંગઠનનું ખાસ સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ખંભાળીયા શહેર, તાલુકાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો સાથે ખંભાળીયા શહેરના ભાઈઓ તથા બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

આ સંમેલનના પ્રારંભમાં ખંભાળીયાના પ્રતિષ્ઠિત આગેવાનો-કાર્યકરોની ઉપસ્થિતિમાં મૂળુભાઈ બેરા, મેઘજીભાઈ કણઝારીયા, જયેશભાઈ ગોકાણી, પી.એમ. ગઢવી, કિરીટભાઈ ખેતીયા, પરાગભાઈ બરછા, ફાલ્ગુનીબેન વિગેરેએ પ્રસંગને અનુરૃપ વક્તવ્યમાં ભારતીય જનતા પાર્ટીની સિદ્ધિઓ વર્ણવી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દુરંદેશી સાથે દેશના સર્વાંગી વિકાસની ઝાંખી વર્ણવી હતી.

પૂનમબેનનું ચોટદાર પ્રવચન

આ સંમેલનમાં પૂનમબેન માડમે તેમના ચોટદાર વક્તવ્યમાં રાજકીય રીતે વિશ્વના સૌથી મોટા પક્ષ એવા ભાજપમાં પ્રવેશી લોકસેવા પ્રત્યે પદાર્પણથી ઐતિહાસિક લીડ માટે ખંભાળીયાની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ લીડ માટે આ પંથકના લોકોને શ્રેય આપ્યો હતો.

પૂનમબેન માડમે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, અગાઉના વર્ષોમાં જેની નોંધ નહોતી લેવાતી તે જામનગર જિલ્લાને છેલ્લા પાંચ વર્ષમાં રેલવે, રોડ, હોસ્પિટલ સહિતની અનેક મહત્ત્વની સુવિધાઓ સાંપડી છે. છેવાડાના આ નાના જિલ્લાને ચાર રાષ્ટ્રીય ધોરી માર્ગ પણ મળ્યા છે.

આ સાથે કોંગ્રેસમાં નેતૃત્વ અને નિષ્ઠા તથા દિશાના અભાવ અંગે લોકોને માહિતગાર કરી, તેઓ જાણે પ્રાઈવેટ લિ. કંપની ચલાવી રહ્યાં હોય, તેવું ચિત્ર ઉપસ્થિત થયું છે. આ ઉપરાંત અન્ય પક્ષોના મહાગઠબંધનને મહાઠગબંધન ગણાવી, તેઓના વડાપ્રધાન પદના ઉમેદવાર અંગે પણ હજુ અવઢવ હોવાનું વધુમાં જણાવ્યું હતું.

શિવસેના, જનતાદળના કાર્યકરોએ કેશરીયા ધારણ કર્યા

ખંભાળીયાના રાજપૂત સમાજની વાડીમાં યોજાયેલા આ સંમેલનમાં ભાજપના લોકાભીમુખ અભિગમ અને સાંસદ પૂનમબેન માડમની જાગૃતિ સાથે સેવાના વિઝનને ધ્યાને લઈ અહીંના નગરપાલિકાના અગ્રણી વજુભાઈ દત્તાણી, ખાખરડાના ઉપસરપંચ હરદેવસિંહ બળવંતસિંહ જાડેજા, જનતાદળના અમુભાઈ બરછા, મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતાં. આ ઉપરાંત અહીંના શિવસેનાના પ્રમુખ પ્રવિણભાઈ ઠાકરે તેમની સાથે ર૦૦ જેટલા કાર્યકરો સાથે ભાજપમાં જોડાઈને પૂનમબેન માડમના હસ્તે કેશરીયા ખેસ ધારણ કર્યા હતાં.

કાર્યકર્તા સંમેલનમાં વિવિધ સંસ્થાઓ, મંડળો, આગેવાનો દ્વારા પૂનમબેનનું ભવ્ય સન્માન

પૂનમબેન માડમ દ્વારા કરવામાં આવેલા સેવા કાર્યોથી આ પંથકના તમામ મંડળો તથા સમાજ પ્રભાવિત થયા છે. આ સંમેલન દરમિયાન ખંભાળીયા નગરપાલિકાના સદસ્યો-સ્ટાફ દ્વારા તેમજ સતવારા સમાજ, રાજપૂત સમાજ, ખંભાળીયા લોહાણા મહાજન ટ્રસ્ટ, રઘુવીર સેના, સમસ્ત બ્રહ્મસમાજ, સોની સમાજ, ગુર્જર સુતાર જ્ઞાતિ સમાજ, વાણંદ સમાજ, ભરવાડ સમાજ, કોળી સમાજ, વણિક સમાજ, પ્રજાપતિ સમાજ, વાંઝા દરજી જ્ઞાતિ, ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ, ગુગળી જ્ઞાતિ સમાજ, સહસ્ત્ર ઔદિચ્ય બ્રહ્મ સમાજ, ખંભાળીયા શહેર યુવા મોરચો, આહિર સમાજ, ગઢવી સમાજ, ખંભાળીયા શહેર ભાજપ મહિલા મોરચા, શહેર લઘુમતી મોરચો, ચેમ્બર ઓફ કોમર્સ, વૈષ્ણવ સમાજ, રાજુભાઈ મુખ્યાજી, મેડિકલ એસોસિએશન, બદિયાણી હોસ્પિટલ ટ્રસ્ટ, ઓઈલ મીલ એસો., જિલ્લા પેટ્રોલપંપ એસો., રીટેઈલ વેપારી એસો., ગ્રેઈન મરચન્ટ એસો., મોબાઈલ ગ્રુપ, ફટાકડા એસો., જિલ્લા મીનરલ એસો., દશનામ ગોસ્વામી સમાજ, ગાયત્રી ગરબા મંડળ, જલારામ સત્સંગ મંડળ, દ્વારકાધીશ પદયાત્રી સેવા સંઘ, સંસ્કાર એજ્યુ. ટ્રસ્ટ, સંકીર્તન મંદિર, શ્રી રામ સેના, રેડક્રોસ સોસાયટી, ડોક્ટર એસો., રેવન્યુ વકીલ મંડળ, સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ, લેડીઝ ચેમ્બર અને મહિલા મંડળ, રામનાથ સોસાયટી, મહિલા મંડળ, સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદ, મેટલ એસો., લઘુમતી સમાજ, સોની મહાજન વિગેરે એસો., મંડળોએ પૂનમબેન માડમનું સન્માન કરતાં તેઓએ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

આ સંમેલનમાં શહેર ભાજપ પ્રમુખ મનુભાઈ મોટાણી, ચૂંટણી ઈન્ચાર્જ અનિલભાઈ તન્ના, રાજુભાઈ ધ્રુવ, યુવા મોરચા - મહિલા મોરચાના કાર્યકરોની નોંધપાત્ર જહેમત સાથે નગરપાલિકા પ્રમુખ શ્વેતાબેન શુકલ, વીરપાલભાઈ ગઢવી, દિનેશભાઈ દત્તાણી, હરિભાઈ નકુમ, મયુરભાઈ ગઢવી, નગરપાલિકાના સદસ્યો વિગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. અને પૂનમબેન માડમને ઐતિહાસિક લીડથી જીત મળે તે માટેની ખાતરી સાથે તત્પરતા દર્શાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજુભાઈ ધ્રુવે કર્યુ હતું.

હવામાન

weather

શબ્દવ્યુહ

MARKET

માર્કેટ યાર્ડ - હાપા, જામજોધપુર, જામનગર બ્રાસ સીટી:

માર્કેટ યાર્ડ - હાપા   ઘઉં ....242 ...383 । મગ ....800 ...1680 । લસણ ....160 ...805 । ચણા। ....160 ...805   માર્કેટ યાર્ડ - જામજોધપુર   કપાસ। ....780 ...937 । જીરૂ। ....2600 ...3125 । અરેંડા। ....650 ...729   જામનગર બ્રાસ સીટી   બ્રાસ હાની ઢાંળો ...315.00 । બ્રાસ હાની વાસંણ ...327.00 । બ્રાસ હાની પાઈપ ...329.00 । બ્રાસ વિલાયતી ....310.00
close
Nobat Subscription