Advertisement
Author: નોબત સમાચાર

ખાનગી કંપનીમાં સળીયા ઉતારવા આવેલા છ ટ્રેલરમાંથી ૧૦ લાખના સળીયા નદારદ

વે-બ્રિજ ઓપરેટરે પણ ખોટો વજન કરી આપી મદદગારી કરીઃ કર્મચારીએ નોંધાવી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: લાલપુરના કાનાછિકારી ગામની સીમમાં ખાનગી કંપનીના ચાલી રહેલા કામના સ્થળે સોમવારે ગાંધીધામથી લોખંડના સળીયા ભરીને આવેલા છ ટ્રેલરમાંથી ૨૨ હજાર કિલોથી વધુ વજનના સળીયા કાઢી લેવાયાનું ખૂલ્યું છે. સ્થળ પર હાજર કર્મચારીએ સળીયા ઓછા હોવા છતાં પુરો વજન કરી આપનાર વે-બ્રિજ ઓપરેટર અને છ ટ્રેલરરચાલક સામે રૂ.૧૦ લાખના સળીયા સગેવગે કરી નાખ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

લાલપુર તાલુકાના કાનાછિકારી ગામની સીમમાં આવેલી ખાનગી કંપનીની સાઈટ પર સોમવારે સાંઈ ટ્રાન્સપોર્ટ અને સાંઈ લોજિસ્ટીક નામની બે ટ્રાન્સપોર્ટ પેઢીના છ ટ્રક ટેઈલર બાંધકામ માટેના લોખંડના સળીયા ભરીને ખાલી કરવા માટે આવ્યા હતા.

ઉપરોક્ત છ ટ્રેલર કચ્છના ગાંધીધામથી રવાના કરવામાં આવ્યા હતા અને તેમાં ૧૯૩૮૭૦ કિલો વજનના લોખંડના સળીયા ભરી આપવામાં આવ્યા હતા. ખાનગી કંપનીના એનવાય-૮ યાર્ડમાં તે સળીયા ઉતારવાના હતા. જ્યાં સોમવારે બપોરે ઉપરોક્ત ટેઈલર આવી લાગ્યા હતા.

સ્થળ પર હાજર મૂળ અમદાવાદના ચાંદખેડાના વતની અને હાલમાં જામનગરમાં રહેતા નબાકિશોર રામચંદ્ર મિશ્રા નામના કર્મચારીએ તે ટ્રક ટેઈલરનો વજન કરાવતા તેમાંથી ૧૭૧૫૮૦ કિલો વજનના સળીયા નીકળ્યા હતા. તેથી અંદાજે ૨૨૨૦૯ કિલો વજનના સળીયા ઓછા નીકળતા રૂ.દસેક લાખના આ સળીયા ગાંધીધામથી કાનાછિકારી વચ્ચે રસ્તામાં કોઈ સ્થળે કાઢી લઈ વેચી નાખવામાં આવ્યા હોવાની આશંકા ઉભી થઈ છે.

આ બાબતે નબાકિશોર મિશ્રાએ તપાસ કરાવતા જીજે-૧૨-એઝેડ ૫૬૬૬ નંબરના ટેઈલરના ચાલક રાજસ્થાનના બારમેડ જિલ્લાના ડ્રાઈવર કંવરરામ જોધારામ તેમજ જીજે-૧૨-એઝેડ ૯૩૧૭ નંબરના ટેઈલરના ચાલક બાડમેરના ડાલુરામ નગારામ, જીજે-૧૨-એઝેડ ૧૩૫૩ના ચાલક ધનારામ પીરારામ, જીજે-૧૨-એઝેડ ૯૬૧૭ના ચાલક જગદીશ આશુરામ, જીજે-૧૨-બીએક્સ ૨૭૨૫ના ચાલક જોગારામ ઉગારામ, જીજે-૧૨-બીટી ૪૮૦૮ના ચાલક પ્રકાશ ધરમારામ નામના છ શખ્સે ઉપરોક્ત સળીયા ક્યાંક માર્ગમાં વેચી નાખ્યા કે ઉતારી નાખ્યા હતા અને તે પછી મોટી ખાવડીના રહેવાસી અને વે-બ્રીજ પર કામ કરતા કિશોરસિંહ ભૂપતસિંહ નામના શખ્સે તે છ ટેઈલરમાં ઓછા સળીયા હોવા છતાં પુરેપુરો વજનના હોવાનું લખી આપ્યાનું જણાઈ આવતા નબાકિશોરે મેઘપર પોલીસ સ્ટેશનમાં છએય ટેઈલર ચાલક તથા વે-બ્રિજના ઓપરેટર કિશોરસિંહ સામે ટ્રાન્સપોર્ટ કંપની તથા ખાનગી કંપની સાથે વિશ્વાસઘાત કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh