Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના આસામી સાથે ભાગીદારે આચરી રૂ.પોણા સાતેક કરોડની છેતરપિંડીઃ ઉઘરાણી કરતા ધમકી મળી

એક દંપતી સહિતના વ્યક્તિઓના બેંક ખાતામાં રકમ બારોબાર જમા થઈઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગરના એક આસામીએ થોડા વર્ષાે પહેલાં અન્ય એક વ્યક્તિ સાથે ભાગીદારીમાં શીપીંગ કંપની શરૂ કર્યા પછી ભાગીદાર પર ભરોસો મૂકી બેંકના ખાતામાં વહીવટ કરવાની સત્તા પણ આપી હતી. તે પછી ભાગીદારે ચાર વર્ષમાં રૂ.પોણા સાતેક કરોડની રકમ આ આસામીની જાણ બહાર ઉપાડી લઈ પેઢી સાથે ઉચાપત કરી લેતા અને તે રકમની માગણી કરાતા ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જામનગરના સરૂ સેક્શન રોડ પર અંબાવિજય સોસાયટીમાં રહેતા રાકેશભાઈ મણીલાલ બારાઈ નામના આસામીએ થોડા વર્ષ પહેલાં વિજય મનોહરલાલ નારંગ સાથે મળી વરૂણ શીપીંગ નામની પેઢી શરૂ કરી હતી. બંનેએ ભાગીદારી ડીડ બનાવ્યું હતું અને તેમાં કોઈપણ એક વ્યક્તિની સહીથી બેંકમાં નાણાકીય લેવડદેવડ થઈ શકશે તેમ ઉલ્લેખ કરાયો હતો.

તે પેઢી શરૂ થયા પછી રાકેશભાઈને પોતાનો હોટલનો વ્યવસાય હોવાથી સતત અમદાવાદ, મુંબઈ આવવું-જવું પડતું હતું તેથી વિજય નારંગ દ્વારા વરૂણ શીપીંગનો વહીવટ કરવામાં આવતો હતો અને આ પેઢીની ચેકબુકો તેમજ અન્ય સાહિત્ય રાકેશભાઈએ વિજય નારંગને સોંપી આપ્યું હતું.

વર્ષ ૨૦૨૦થી વર્ષ ૨૦૨૪ દરમિયાન વિજય નારંગે પેઢીમાં કેટલીક ઘાલમેલ કરી હતી. કંપનીના કર્મચારી તેમજ તેમના પરિવારના સભ્યોના જુદા જુદા બેંક એકાઉન્ટમાં અને કલ્પેશ મનસુખલાલ જડીયા તથા પૂજાબેન કલ્પેશભાઈ જડીયા કંપનીના કર્મચારી ન હોવા છતાં વિજયે ઉપરોક્ત સમયગાળા દરમિયાન રૂ.૬,૬૯,૧૪, ૬૦૫ની રકમ ટ્રાન્સફર કરી નાખી હતી. તેની ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં રાકેશભાઈને જાણ થઈ હતી. તેઓએ આ બાબતે વાત કરતા વિજયે તે રકમ આપી દેવાનું કહ્યા પછી ધાકધમકી પણ ઠપકારતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાકેશભાઈએ ફરિયાદ નોંધાવી છે. પીઆઈ એન.બી. ડાભીએ ગુન્હો નોંધી વિજય મનોહરલાલ નારંગની ધરપકડ માટે તજવીજ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh