Advertisement
Author: નોબત સમાચાર

થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે પોલીસ દ્વારા રક્તદાન કેમ્પઃ ૩૨૧ બોટલ પ્રાપ્ત

જી.જી. હોસ્પિટલ દ્વારા અપાયો સહયોગઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જી.જી. હોસ્પિટલના સહયોગથી થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે ગઈકાલે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં ૩૨૧ બોટલ રક્ત એકઠું થયું હતું.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ખીજડિયા બાયપાસ પાસે આવેલા રિસોર્ટમાં જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એન. શેખ તથા સ્ટાફ દ્વારા જામનગરની જી.જી. હોસ્પિટલના સહયોગથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ગ્રામ્ય ડીવાયએસપી આર.બી. દેવધા, સિટી ડીવાયએસપી જે.એચ. ઝાલા, એસઓજી પીઆઈ બી.એમ. ચૌધરી સહિતના અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં કુલ ૩૨૧ બોટલ રક્ત એકઠું થયું હતું. આ કેમ્પ થેલેસેમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે યોજવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh