Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આધુનિક મશીન દ્વારા તપાસ કરી કેન્સર અંગે માર્ગદર્શન
જામનગરઃ ગવર્નમેન્ટ કોલેજ અને હોસ્પિટલમાં 'વિશ્વ રેડિયોલોજી દિવસ'ની ઉજવણી કરાઈ હતી. પાન-મસાલાનું વ્યસન ધરાવતા દર્દીઓની આધુનિક મશીન વડે તપાસ કરી કેન્સરની શક્યતા અંગે યોગ્ય માહિતી તથા સારવાર અપાઈ હતી. કેન્સરના નિષ્ણાત તબીબો દ્વારા ઓરલ કેન્સરના અદ્યતન નિદાન અને સારવાર અંગે વિશેષ વ્યાખ્યાનો યોજાયા હતા.
ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના ઓરલ મેડિસીન અને રેડિયોલોજી વિભાગ દ્વારા 'વિશ્વ રેડિયોલોજી દિવસ'ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણી ઈ.સ.૧૮૯૫માં ૮ નવેમ્બરના વિલ્હેમ રોન્ટજન નામના વૈજ્ઞાનિક દ્વારા ક્ષ-કિરણોની શોધની યાદમાં કરવામાં આવે છે. ઉજવણીનો મુખ્ય હેતુ એકસ-રેના મેડિકલ ક્ષેત્રમાં અતિ મહત્ત્વના યોગદાન અને તેના લાભ-ગેરલાભ પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો, જેના ભાગરૂપે વિભાગમાં આવેલા દર્દીઓ તથા સગા-સંબંધીઓને આ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ ઉપરાંત, 'ઓરલસ્કેન' નામના આધુનિક મશીન વડે પાન-મસાલાનું વ્યસન ધરાવતા દરીદીઓની તપાસ કરી, તેમને મોઢાની અંદર કેન્સરની શક્યતા અંગે યોગ્ય માહિતી તથા સારવાર આપવામાં આવી હતી. તબીબી જ્ઞાનના ભાગરૂપે, ડેન્ટલ હોસ્પિટલના ડોકટરોને સીબીસીટી અંગેનું વ્યાખ્યાન અને પ્રેકટિકલ જ્ઞાન પૂરૃં પાડવામાં આવ્યું હતું
આ ઉપરાંત, વિવિધ કેન્સરના નિષ્ણાત તબીબો દ્વારા ઓરલ કેન્સરના અદ્યતન નિદાન અને સારવાર અંગેના વિશેષ વ્યાખ્યાનો પણ જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ સંસ્થાના ડીન ડો. નયનાબેન પટેલના નેતૃત્વ અને વિભાગના વડા ડો. રીટાબેન ઝાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં ઈન્ડિયન ડેન્ટલ એસોસિએશન જામનગર શાખા તથા શાશ્વત હોસ્પિટલે પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ઓરલ મેડિસીન અને રેડિયોલોજી વિભાગના ડોકટરો ડો. ઓશીન વર્મા, ડો.કાજલ શીલુ, ડો. અભિષેક નિમાવત, ડો.શૌમેંદુ મૈતી, ડો. નિધિ હિરાણી, ડો. ફોઝિયા પઠાણે તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial