Advertisement
Author: નોબત સમાચાર

લાલપુર-ભાણવડ લોકલ ટ્રેન છેલ્લા ૬ વર્ષથી બંધઃ લોકોમાં રોષની લાગણી

આમ જનતા દ્વારા આંદોલનની ચિમકીઃ

                                                                                                                                                                                                      

ભાણવડ તા. ૧૬: પોરબંદર-રાજકોટ વાયા ભાણવડ-લાલપુર લોકલ ટ્રેન કોરાનાના સમયમાં બંધ કરી દેવાઈ હતી. આ ટ્રેન છેલ્લા છ વર્ષથી બંધ છે. આ લોકલ ટ્રેન ભાણવડ તથા લાલપુર તાલુકાના ગામડાના લોકો માટે ખૂબ જ અનુકૂળ અને ઉપયોગી હતી. આ ટ્રેનમાં મોટી સંખ્યામાં મુસાફરો ઉપયોગ કરતા હતાં.

આ લોકલ ટ્રેન પુનઃ ચાલુ કરવા અનેક વખત લેખિતમાં તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં આજ સુધી કોઈ હકારાત્મક કાર્યવાહી કરવામાં આવી નથી. સંસદસભ્ય દ્વારા આ ટ્રેન વ્હેલી તકે ચાલુ કરવા યોગ્ય રજૂઆત-ભલામણ કરવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી છે.

તાજેતરમાં રાજકોટ-પોરબંદર અન્ય રૂટ પર લોકલ ટ્રેનો ફાળવાય છે, પણ આ અતિ ઉપયોગી અને પૂરતો ટ્રાફિક જે ટ્રેનને મળે છે તે લોકલ ટ્રેન ચાલુ કરવામાં રેલવે તંત્ર દ્વારા અન્યાય સાથે ઓરમાયું વર્તન રાખવામાં આવે છે. જો આ ટ્રેન વ્હેલી તકે પુનઃ ચાલુ કરવામાં નહીં આવે તો આમજનતા દ્વારા નાછૂટકે આંદોલન શરૂ કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh