Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    કમોસમી વરસાદે પ૦ ટકા ઊભો પાક બરબાદ કર્યોઃ
ધ્રોળ તા. ૪: માવઠાનો માર પડતા ધ્રોળ તાલુકાના ૪ર ગામના ખેડૂતોને પાકમાં ભારે નુક્સાન થયું હોવાથી તાલુકાના સરપંચ સંગઠને જોરદાર રજૂઆતો કરી છે.
ધ્રોળ તાલુકાના ખેડૂતો પર કમોસમી માવઠાથી જાણે આભ તૂટી પડ્યું છે. અણધાર્યા પડેલા વરસાદે ખેડૂતોના ઉજળા સપનાઓને પાણીમાં વહાવી દીધા છે. તાલુકાના ૪ર ગામોમાં પાકને ભારે નુક્સાન થતા ખેડૂતો ગંભીર આર્થિક સંકટમાં સપડાયા છે અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને ખેડૂતોના હિતમાં ધ્રોળ તાલુકાનું સરપંચ સંગઠન ગર્જી ઊઠ્યું છે.
સંગઠનના પ્રમુખસ્થાને તાત્કાલિક ધોરણે ધ્રોળ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ) ને એક આવેદનપત્ર આપીને સખત રજૂઆત કરવામાં આવી હતી. સરપંચ સંગઠન દ્વારા રજૂઆતમાં સ્પ્ષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, કમોસમી વરસાદના કારણે ખેતરોમાં ઊભેલો પ૦ ટકાથી વધુ પાક બગડી ગયો છે, જેના લીધે ખેડૂતોએ કરોડોનું નુકસાન વેઠવું પડી રહ્યું છે. ખેડૂતોની આ કફોડી હાલતને ધ્યાનમાં રાખીને આર્થિક રાહત અને વળતર તાત્કાલિક ધોરણે જાહેર કરવામાં આવે તેવી ઉગ્ર માગણી કરવામાં આવી છે.
સરકારનું ધ્યાન દોરવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તથા કૃષિ મંત્રીને પણ આ અંગેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સંગઠનના પ્રતિનિધિઓએ સખત શબ્દોમાં જણાવ્યું કે, 'ખેડૂતો આજે તબાહીનો સામનો કરી રહ્યા છે. તેમના મોઢાનો કોળિયો છીનવાઈ ગયો છે. આ સંજોગોમાં સરકાર તાત્કાલિક સહાયની જાહેરાત કરે અને યુદ્ધના ધોરણે નુક્સાનનું સર્વેક્ષણ કરીને રાહત આપે, એ જ અત્યારના સમયની માગ છે.'
ધ્રોળ તાલુકાના ૪ર ગામના ખેડૂતોની આ દયનીય પરિસ્થિતિને પગલે હવે સરકાર ક્યારે અને કેવી રીતે સહાયની જાહેરાત કરે છે, તેના પર સૌની નજર ટકેલી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial