Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    ચૂંટણી પ્રક્રિયા માટે રચાયું ચૂંટણીપંચઃ
જામનગર તા. ૪: હાલારી વિશા ઓશવાળ-જામનગરના હોદ્દેદારો-કારોબારી સભ્યોની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, માનદ્મંત્રી, સહમંત્રી, ખજાનચી અને ૧૦ કારોબારી સભ્યોની વરણી કરવામાં આવશે.
ઉમેદવારી પત્રકો તા. ૧૪ અને ૧પ નવેમ્બરના સાંજે ૬ થી ૯ મા વિતરણ થશે અને તા. ૧૬ ના સાંજે ૬ થી ૯ મા સ્વીકારવામાં આવશે. તા. ૧૮ ના ફોર્મની ચકાસણી થશે. તા. ૧૮ ના રાત્રે ૯ વાગ્યે ઉમેદવારોના નામ જાહેર થશે. તા. ૧૯ ના ઉમેદવારી પત્રો સાંજે ૬ થી ૯ મા પાછા ખેંચી શકાશે તથા અંતિમ ઉમેદવારોની યાદી તા. ૧૯-૧૧-ર૦રપ ના રાત્રે ૧૦ વાગ્યે જાહેર થશે. આ પછી તા. ર૮-૧૧-ર૦રપ ના સવારે ૯ થી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ઓશવાળ સેન્ટરમાં બેકવેન્ટ હોલમાં યોજાશે.
પ્રથમ પદના હોદ્દા માટે બે વર્ષ સુધી જ્ઞાતિ મંડળ/ સમાજની કાર્યવાહી સમિતિના સભ્ય પદે રહેલ હશે તો જ સભાસદ ઉમેદવારી નોંધાવી શકશે.
તા. ૧૭-૧૧-ર૦રપ સુધી નોંધાયેલ સભ્ય જ ઉમેદવારી નોંધાવી શકશે. ૧૮ વર્ષથી વધુ ઉંમરના સભ્ય બની શકશે અને ઉમેદવારી કરી શકશે.
મતદાન કરવાનું થાય તો પ્રમુખ, ઉપપ્રમુખ, માનદ્મંત્રી, સહ મંત્રી, ખજાનચી તથા ૧૦ કારોબારી સભ્યો ચૂંટવાના રહેશે. ઉમેદવારી પત્રો સાંજે ૬ થી ૯ મા ઓશવાળ સેન્ટર હોલ, કમિટી રૂમમાંથી મળી શકશે.
આ માટે ચૂંટણી પંચની રચના કરવામાં આવી છે, જેમાં અધ્યક્ષ તરીકે બિજલ રાયચંદ ગડા અને સભ્યો તરીકે અજય ગુલાબચંદ દોઢિયા, દર્શક જેસંગ માલદે, વિમલ નેમચંદ સુમરિયા, નીતિન નેમચંદ ગુઢકા, દિનેશ નેમચંદ ગુઢકા, હિતેષ અમૃતલાલ સુમરિયા, બિપીન કરમશી ચંદરિયા અને ધવલ મહેશભાઈ હરણિયાનો સમાવેશ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial