Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    વાજબી ભાવના દુકાનદારોનો હકારાત્મક અભિગમ
ગાંધીનગર તા. ૪: રાજ્ય સરકાર સાથે યોજાયેલી બેઠક પછી સુરત, આણંદ, વડોદરા, રાજકોટ જેવા જિલ્લાઓમાં વાજબી ભાવના દુકાનદારો દ્વારા હકારાત્મક અભિગમ દાખવી લાભાર્થીના હિતાર્થે વધારાના ચલણ જનરેટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ હોવાનુ જાણવા મળે છે.
વાજબી ભાવની દુકાનના એસોસીએશનનાં તા.૨૫/૧૦/૨૦૨૫ની રજુઆતનાં સંદર્ભે તાઃ૦૧/૧૧/૨૦૨૫ ના રોજ વાજબી ભાવની દુકાનના એસોસીએશનનાં પ્રતિનિધિ સાથે પડતર માંગણીઓ સંદર્ભે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનાં વિભાગમાં બેઠક યોજવામાં આવેલ હતી. તેઓનાં એસોસિએશને આપેલા આવેદનપત્રની કુલ ૨૦ માંગણીઓ પૈકી ૧૧ જેટલા મુદ્દા સાથે હકારાત્મક અભિગમ દાખવી વિભાગ દ્વારા સંબંધિત કચેરીઓ તેમજ જિલ્લા કક્ષાએ વહિવટી તંત્ર અને પુરવઠા તંત્રને લેખિતમાં સુચના આપવામાં આવી હોવાના અહેવાલો છે.
નવેમ્બર માસનાં વિતરણ માટે નોંધપાત્ર સસ્તા અનાજનાં દુકાનદારોએ ચલણ ભરવાની કામગીરી પુર્ણ કરેલ છે. આથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એનએફએસએ લાભાર્થી ઓની યોજનાને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા વધુ સઘન બનાવી લાભાર્થીઓ તેમજ સસ્તા અનાજનાં દુકાનદારોને હિતાર્થે ઘણા પગલા લેવામાં આવેલ છે. તદુપરાંત જાહેરહિત અને સાંપ્રત વાવાઝોડાની પરિસ્થિતિ ધ્યાને લઈ એનએફએસએ હેઠળ નોંધાયેલ ૩.૫ કરોડ જેટલા લાભાર્થીનાં હિતને ધ્યાને રાખી બાકી રહેલા વાજબી ભાવની દુકાનદારોને તાત્કાલિક ધોરણે વિતરણ અંગે ચલણ સંબંધિત કામગીરી કરવા તથા નાણાની ભરપાઈ કરવા આગ્રહભર્યો અનુરોધ કરવામાં આવ્યા પછી રાજયના સુરત, આણંદ, વડોદરા, રાજકોટ વગેરે જેવા જિલ્લાઓમાં વાજબી ભાવના દુકાનદારો દ્વારા હકારાત્મક અભિગમ દાખવી લાભાર્થીના હિતાર્થે વધારાના ચલણ જનરેટ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલ હોવાનુ જણાવાઈ રહ્યુ છે.
રાજકોટના જામકંડોરણા જેવા ઘણા વાજબી ભાવના દુકાનદારો દ્વારા લાભાર્થીઓને વિતરણની કામગીરી પણ સુપેરે શરૂ કરી દેવામાં આવેલ છે. વધુમાં આવતીકાલથી ઘઉં અને ચોખાનુ વિતરણ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે એમ રાજયના અન્ન અને નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial