Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રાવણી જુગારની મોસમ પુરબહારમાં ખીલીઃ
જામનગર તા. ૧૨: જામનગર શહેર-જિલ્લામાં શ્રાવણી જુગારની મોસમ પુરબહારમાં ખીલી હોય તેમ ગઈકાલે પોલીસે અલગ અલગ નવ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને છ મહિલા સહિત કુલ ૪૩ વ્યક્તિને ઝડપી લઈ રૂ.૨,૩૭,૪૭૦ની રોકડ કબજે કરી હતી.
જોડિયા તાલુકાના જીરાગઢ ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબીએ ગઈકાલે સાંજે દરોડો પાડ્યો હતો. આ સમયે ગંજીપાનાથી પૈસાની હારજીતનો જુગાર રમી રહેલા ભાવેશ સુરેશભાઈ વરૂ, ગૌરાંગ હેમરાજભાઈ રાઠોડ, કિશોરભાઈ તરસીભાઈ ટાંક, દયાળજીભાઈ પ્રેમજીભાઈ કાચા, અશોકભાઈ કુંવરજીભાઈ ચોટલીયા, જયેશ પ્રભુલાલ વેગડ, બેચર દામજીભાઈ વરૂ, ભરતભાઈ છગનભાઈ મનાણી, ભાવેશ પીતાંબરભાઈ ચોટલીયા, મુકેશભાઈ વસંતભાઈ રામપરીયાને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે જુગારના સ્થળેથી રૂ.૧,૭૦,૫૦૦ની રોકડ ઉપરાંત ૧૧ મોબાઈલ, સાત મોટરસાયકલ વગેરે મળી કુલ રૂ.૪,૪૫,૫૦૦ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યાે હતો.
કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામમાં ગઈકાલે બપોરે ગંજીપાનાથી રોનપોલીસનો જુગાર રમતા અનિલ બાબુભાઈ સોલંકી, કરશન રત્નાભાઈ બાંભવા અને ધર્મેશ ધીરૂભાઈ મકવાણાને પોલીસે ઝડપી પાડ્યા હતા અને જુગારના સ્થળેથી રૂ.પ,૭૨૦ની રોકડ રકમ કબજે કરી હતી.
કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં ગઈ સાંજે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા પ્રવીણ મનુભાઈ મકવાણા, રેખાબેન રાજુભાઈ મકવાણા, મનિષાબેન હિતેશભાઈ મકવાણા, રંજનબેન ગોવિંદભાઈ મકવાણા અને રીટાબેન વિપુલભાઈ મકવાણાને પોલીસે ઝડપી પાડ્યા હતા અને રૂ.૧૦,૩૫૦ની રોકડ રકમ પોલીસે કબજે કરી હતી. જો કે, આ દરોડા સમયે આરોપી મહિલા હોવાથી નોટીસ આપી મુક્ત કરવામાં આવ્યા હતા.
કાલાવડના મ્યુનિ. હાઈસ્કૂલ પાછળ ગતમોડી સાંજે ગંજીપાનાથી રોનપોલીસનો જુગાર રમતા ઉમેશ ધીરૂભાઈ સોલંકી, સુનિલ ધીરૂભાઈ સોલંકી, નરેશ બાબુભાઈ ગોદરીયાને રૂ.૨૯૦૦ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.
જામનગરમાં મયુર વામ્બે આવાસ પાસે આવેલા સિદ્ધાર્થનગરમાં ગઈમોડી સાંજે ગંજીપાનાથી જુગાર રમી રહેલા ઈન્દ્રીશ બશીરભાઈ ડોસાણી, જીતુ વસરામભાઈ ચંદ્રપાલ અને મનસુખભાઈ અમરાભાઈ સીંગરખીયાને રૂ.૧૦૨૦૦ની રોકડ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.
જામનગરમાં સાધના કોલોની એમ-૪૮ બ્લોક પાસે ગંજીપાનાથી જુગાર રમી રહેલા વિજય કેશવજીભાઈ સખીયા, જેઠાનંદ ખાનચંદ લાલવાણી, અશોકસિંહ ચંદુભા ચુડાસમા, રણધીરસિંહ ભરતસિંહ વત્સગોત્રી, નીતાબેન નવીનચંદ્ર જોષી અને વનીતાબેન જીતુભા જાડેજાને રૂ.૪૦૧૦ની રોકડ સાથે ઝડપી લેવાયા હતા.
જામનગરમાં રણજીતસાગર રોડ કુબેર પાર્ક મેઈન રોડ ઉપર જાહેરમાં જુગાર રમી રહેલા યાજ્ઞીક દિનેશભાઈ ભંડેરી, આશિષ જયંતિભાઈ મુંગરા, જયેશ વલ્લભભાઈ કણઝારીયા, ઉદય નારણભાઈ ખત્રીને રૂ.૧૦૨૦૦ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા.
જામનગર તાલુકાના શાપર ગામે શંકરટેકરી વિસ્તારમાં ગંજીપાનાથી તીનપત્તીનો જુગાર રમી રહેલા અલ્તાફ બોદુભાઈ સમા, શાહબાઝ હમીદભાઈ ખલીફા અને ધર્મેન્દ્રસિંહ બળુભા વાઘેલને રૂ.૧૨૨૪૦ની રોકડ રકમ સાથે પોલીસે દબોચી લીધા હતા.
ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે ગત મોડીરાત્રે દરોડો પાડ્યો હતો. આ સમયે તીનપત્તીનો જુગાર રમી રહેલા બુધા કરશન મુંધવા, વિજય ડાયાભાઈ મુળીયા, વેજા લાખાભાઈ મુંધવા, ધીરા બાબુભાઈ મુંધવા, સાવન મનસુખભાઈ મુળીયા અને અજય કરશનભાઈ મુંધવાને રૂ.૧૧,૩૫૦ની રોકડ સાથે પોલીસે પકડી લીધા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial