Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વોટ્સએપ પર ગાળો આપી, પર્સનલ ફોટા અપલોડ કરાયાઃ
જામનગર તા. ૧૨: જામનગરમાં રહેતી એક યુવતીએ પોતાને સોશિયલ મીડિયામાં બદનામ કરીને પોતાના ચારિત્ર્યને ધબો લાગે તેવા અન્ય પુરૂષો સાથેના પોતાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવા અંગે એક મોબાઈલ નંબર ધારક તથા બે ઈન્ટા આઈડી ધારક સામે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. આથી સાયબર ક્રાઈમ પોલીસે ગુન્હો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતી અને ખાનગી બ્યુટીપાર્લરમાં કામ કરતી સત્યાવીસ વર્ષની એક યુવતીએ પોતાના મોબાઈલના વોટ્સએપમાં ૭૭૭૮૯ ૩૪૪૯૨ નંબરના મોબાઈલમાંથી ગાળોનો વરસાદ વરસાવતા મેસેજ મોકલવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઈન્સ્ટાગ્રામ આઈડીના ડીપીમાં યુવતીનો ફોટો રાખીને તેમજ ફરિયાદી યુવતી સાથે અન્ય પુરૂષ વ્યક્તિના પર્સનલ ફોટાને વાયરલ કરવામાં આવ્યા હતા. આ અંગે યુવતી દ્વારા અજાણ્યા શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. આ બનાવની તપાસ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ. આઈ.એ. ધાસુરા ચલાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial