Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પ નવતનપુરી ધામ (ખીજડા મંદિર) દ્વારા આયોજિત સાર્વજનિક શોભાયાત્રા માટે તડામાર તૈયારી

જન્માષ્ટમી પર્વના દિવસે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧રઃ જામનગરના પ નવતનપુરી ધામ (ખીજડા મંદિર) દ્વારા આચાર્ય કૃષ્ણમણિજી મહારાજની પ્રેરણા અને સીધા માર્ગદર્શન હેઠળ જન્માષ્ટમી પર્વના દિવસે તા. ૧૬-૮-ર૦રપ ના ૧૯ મા વર્ષે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરાયું છે.

આ આયોજન અંગે શોભાયાત્રા સંકલન માટે બેઠક યોજાઈ હતી. જન્માષ્ટમીના આગલા દિવસે તા. ૧પ-૮-ર૦રપ ના 'કાન્હાને મારૂ માખણ' અંતર્ગત ભક્તો માખણ ધરાવી સહભાગી બને તેવું આયોજન કરાયું છે.

જામનગરમાં આ શોભાયાત્રા સંદર્ભમાં વિવિધ સ્થળે આકર્ષક બેનરો લગાડવામાં આવ્યા છે. ૧૦ હજાર જેટલા બાઈક અને અન્ય વાહનો પર શ્રીકૃષ્ણના સ્ટીકર લગાડવામાં આવશે.

આ શોભાયાત્રા તા. ૧૬/૮ ના સવારે ૮-૩૦ વાગ્યે ખીજડા મંદિરેથી પ્રસ્થાન કરશે. શોભાયાત્રાના રૂટ ઉપર અગિયાર સ્થળે મટકી ફોડ તથા સ્વાગતના કાર્યક્રમ યોજાશે.

ડિજિટલ સેલ્ફી ઝોનમાં સેલ્ફી બનાવી લોકાર્પણ કરાયું હતું અને તે માટેની લીંક ખુલ્લી મૂકાઈ હતી. કૃષ્ણભક્તોને સેલ્ફી બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કવા અનુરોધ કરાયો હતો.

તા. ૧પ/૮ ના સાંજે ૪ થી પ વાગ્યા સુધી કૃષ્ણભક્તોને પોતાના ઘરેથી તાજુ માખણ લાવી મંદિરમાં અર્પણ કરવા જણાવાયું છે. જે માખણ મટકી ફોડતા કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાશે.

સંકલન માટેની બેઠકમાં હાસ્ય કલાકાર ધારશી બેરડિયાએ હાસ્યનો કાર્યક્રમ રજૂ કર્યો હતો.

શોભાયાત્રાના આયોજનને સફળ બનાવવા સમિતિના પ્રો. દિલીપભાઈ આશર, કિંજલભાઈ કારસરિયા, ભીમશીભાઈ પીઠિયા, ભરતભાઈ ડાંગરિયા, કિસનભાઈ વસરા વિગેરે દ્વારા આખરી ઓપ માટે તડામાર તૈયારી ચાલી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh