Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશન દ્વારા
જામનગર તા. ૧૫: જામનગર શહેરમાં મહાનગરપાલિકા વિસ્તારમાં સેતાવાડ સામે જી.ડી.શાહ સ્કૂલ આવેલ છે જે જી.ડી.શાહ સ્કૂલવાળો રસ્તો શ્રી મદન મોહન પ્રભુની હવેલી તરફ જાય છે. શ્રી મદન મોહન પ્રભુ હવેલી ખૂબ પ્રાચીન હવેલી છે અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોનું શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે.
સને ૨૦૦૦ની સાલમાં તા. ૧૧-૧૨-૨૦૦૦ ના તિથિ મુજબ માગશર સુદ પૂનમને સોમવારના ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ધીરૂભાઈ શાહના હસ્તે આ માર્ગનું નામાભીકરણ કરવામાં આવેલ છે. અને તેની તખ્તી કોઈને વંચાય નહીં તે રીતે કે લેશમાત્ર પણ ધ્યાનમાં ન આવે તે રીતે જી.ડી.શાહ સ્કૂલની દીવાલની બાજુમાં એક ખૂણા પર લગાડવામાં આવેલ છે. ખરેખર કોઈ જાહેર માર્ગનું નામાભીકરણ થયેલ હોય તો તેનું સાઈનબોર્ડ લોકોને વંચાય તે રીતે રાખવું આવશ્યક હોય છે. જામનગરના વીરદાદા જશરાજ રઘુવંશી યુવા ફાઉન્ડેશનના સ્થાપક ભરત કાનાબારે આ અંગે રજૂઆત કરી છે.
આ હકીકત ધ્યાને લઈ શ્રી વ્રજભૂષણલાલજી માર્ગ એ પ્રકારનું બોર્ડ જી.ડી.શાહ સ્કૂલ તરફ જતાં રોડના ખૂણા પર જાહેરમાં પ્રજાજનો તેમજ ભાવી ભક્તજનોને વંચાય તે રીતે દિવસ પંદરમાં ઈન્સ્ટોલ કરવા વિનંતી છે. વિશેષમાં ઉપરોક્ત બોર્ડમાં વ્રજભૂષણલાલજી માર્ગ એ નામના નીચેના ભાગે શ્રી મદનમોહન પ્રભુની હવેલી તરફ જવાનો રસ્તો તેવી માહિતી પણ દર્શાવવા માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial