Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર નિવાસી સતીશચંદ્ર ચંદ્રકાન્તભાઈ ગુપ્તે (ઉ.વ.૮૪) (નિવૃત્ત જીઈબી કર્મચારી) તે સીમાબેનના પતિ, જ્યોત્સનાબેન, આશાબેન, શોભનાબેનના ભાઈ, સંદીપભાઈ (એકમે ઈન્ડસ્ટ્રીઝ), પારસભાઈ (ટી.સી.એસ. બરોડા),ના પિતા, પ્રેરણાબેનના સસરા, નિશાંતના દાદાનું તા. ૨૫ ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૬ને ગુરૂવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન પાબારી હોલ (સેલર), તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવી છે.
જામનગરઃ ડો. રમાકાંત સેવંતીલાલ સોલંકી (ઉ.વ.૮૯) તે અલ્કેશભાઈ, ડો. ધર્મેશભાઈના પિતા, દીપ્તિબેન, દીપલબેનના સસરાનું તા. ૨૫ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૭ના શુક્રવારે સાંજે ૪ થી ૫ દરમ્યાન જનકલ્યાણ સોસાયટી કોમ્યુનિટી હોલ, રેલવે ક્રોસિંગ પાસે ,શેરી નં.૩, રાજકોટમાં રાખવામાં આવ્યું છે.
'નોબત'ના ફોટોગ્રાફર પરેશભાઈ ફલીયાના માતૃશ્રીનું નિધન
જામનગર નિવાસી અને નારણપર ગામના વતની સાવિત્રીબેન બચુભાઈ ફલીયા (ઉ.વ.૭૬) તે બચુભાઈ મુળજીભાઈ ફલીયાના પત્ની, મહેશભાઈ, મનિષભાઈ, પરેશભાઈ ફલીયા ('નોબત'ના ફોટોગ્રાફર)ના માતા, મેહુલભાઈ મનિષભાઈ ફલીયાના દાદીનું તા. ૨૪-૨-૨૬ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૫-૨-૨૬ના બુધવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન વેજુમા હોલ, પવનચક્કી, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
રાજકોટ નિવાસી (મૂળ મોરબી) હાલ સુરત નિવાસી ધનજીભાઈ માધવજીભાઈ કારીયા (ઠક્કર)(ઉ.વ.૯૪) તે હીરાબેનના પતિ, મુકેશભાઈ, ધીરજભાઈ, અ.સૌ. ઉર્મિલાબેન અશોકકુમાર પાવાગઢી (મોરબી)ના પિતા, દુષ્યંત, નિધિ, રૂદ્ર, આરવીના દાદા, વિશાલ ૫ાવાગઢીના નાના, સ્વ. લીલાધર જેઠાભાઈ રૂપારેલ (જામનગર)ના જમાઈ, અમૃતલાલ, સ્વ. શિવલાલ, સ્વ. મુળજીભાઈ, ભગવાનજીભાઈ, રમેશ રૂપારેલ, ઉષાબેન વૃજલાલ કાનાણીના બનેવીનું તા. ૨૪-૨ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૭-૨ના સાંજે ૪ થી ૫ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે ઓલપાડ સાયન રોડ, સુરતમાં રાખવામાં આવ્યું છે.
જામનગરઃ આહિર સમાજના મોભી, શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહના મેનેજિંગ ટ્રસ્ટી, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના ટ્રસ્ટી, જામનગર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ કરશનભાઈ ડાંગરના પત્ની દેવીબેન કરશનભાઈ ડાંગર (ઉ.વ.૭૫), તે ગીતાબેન, સંગીતાબેન, આનંદભાઈના માતા, વિશાબેનના સાસુનું તા. ૨૩-૨ના દેહાવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૬-૨ને ગુરૂવારના સાંજે ૪ થી ૬ દરમ્યાન ગુલાબનગર આહિર સમાજ, જામનગરમાં રાખવામાં આવ્યું છે. તેમજ સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૨૮-૨ના સવારે ૧૧ થી ૧૨ દરમ્યાન શ્રી કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહ, જામનગરના પ્રાર્થનાખંડમાં રાખવામાં આવી છે.
જામનગરઃ સ્વ. નટવરલાલ જગજીવન માણેકના પત્ની ભાનુબેન માણેક (ઉ.વ.૯૦) તે ચંદ્રિકાબેન, કિશોરભાઈ, ભરતભાઈ માણેક(ગોકુલ પ્રોવિઝન સ્ટોર), સ્વ. અશોકભાઈ માણેક (સૌરાષ્ટ્ર ગ્રામિણ બેંક) ના માતા, ઓમ, ઋદ્રિ, રિયાના દાદીનું તા. ૨૪-૨ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા. ૨૬-૨ના ગુરૂવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ, જામનગરમાં રાખવામાં આવ્યું છે.