Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઠેબા બાયપાસ પાસે અકસ્માત પછી ટ્રાફિકજામઃ નવી ફોટ પાસે અકસ્માતઃ
જામનગર તા. ૧૬: કાલાવડના રાજડા ગામ પાસે ગઈરાત્રે એક બાઈક સ્લીપ થતાં તેના પર જઈ રહેલા બે પરપ્રાંતીય શ્રમિકમાંથી એક શ્રમિકનું ગંભીર ઈજા થવાના કારણે મૃત્યુ નિપજ્યું છે. ખંભાળિયાના નવી ફોટ ગામ પાસે સોમવારે સાંજે બોલેરો સાથે ટ્રેલર ટકરાઈ પડતા બે યુવાન ઘવાયા છે. જ્યારે ગઈરાત્રે ઠેબા બાયપાસ પાસે સિટી બસ અને ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.
કાલાવડ તાલુકાના રાજડા ગામમાં આવેલા અશ્વિનભાઈ સોજીત્રા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા રાહુલ દારીયાવસિંગ ચૌગડ નામના શ્રમિક ગઈકાલે સુરજ મુકામસિંગ ચૌગડ નામના અન્ય શ્રમિકને જીજે-૩-એલએલ ૫૯૪૮ નંબરના બાઈકમાં બેસાડીને રાજભા ગામથી નિકાવા ગામ તરફ જવા માટે નીકળ્યા હતા.
ઉપરોક્ત વાહન જ્યારે રાત્રે નવેક વાગ્યે નિકાવા તરફ આગળ વધતંુ હતું ત્યારે બાઈક ચલાવી રહેતા રાહુલ ચૌગડે કોઈ કારણથી બાઈક પરનો કાબૂ ગૂમાવતા આ વાહન રોડ ઉતરી સર્પાકારે દોડી જોશભેર પછડાયું હતું. આ અકસ્માતમાં રાહુલ તથા સુરજને ગંભીર ઈજા થઈ હતી. આ અકસ્માતમાં રાહુલનું મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવ અંગે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલમાં એક ખેતરમાં મજૂરીકામ કરતા પ્રતાપ ગિલદારસિંગ ચૌહાણે પોલીસને જાણ કરી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ખંભાળિયા તાલુકાના ધરમપુર પાસે જેકેવીનગર-૩માં રહેતા ક્રિપાલસિંહ ચંદ્રસિંહ રાઠોડ નામના યુવાન સોમવારે સાંજે જીજે-૩૭-ટી ૪૯૯૫ નંબરની બોલેરો લઈને જતા હતા ત્યારે નવી ફોટ ગામના પાટીયા પાસે જીજે-૧૨-ઝેડ ૪૮૨૫ નંબરનું ટ્રેલર તેઓની સાથે ટકરાઈ પડ્યું હતું. આ અકસ્માતમાં ક્રિપાલસિંહ તથા રમેશભાઈને ઈજા થઈ છે. ટ્રેલરચાલક સામે ખંભાળિયા પોલીસ મથકમાં ક્રિપાલસિંહે ફરિયાદ નોંધાવી છે.
જામનગર-કાલાવડ માર્ગ પર આવેલા ઠેબા બાયપાસ પાસે ગઈરાત્રે ટેન્કર અને સિટી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી. અકસ્માત પછી ટ્રાફિકજામ સર્જાતા ટ્રાફિક પોલીસની ટીમ ધસી ગઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial