Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૬: ગુજરાત રાજ્ય કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગર દ્વારા ખાસ આદેશ બહાર પાડીને તમામ જિલ્લાઓના શિક્ષણાધિકારીઓને તા. ૧૫-૧-૨૬ થી જ તમામ પ્રકારનો પત્ર વ્યવહાર તથા ફાઈલો ઈ-સરકારમાં ઓનલાઈન મોકલવા આદેશ કર્યો છે તથા જો હાર્ડકોપીમાં ફાઈલ કે પત્ર મોકલશો તો નહીં સ્વીકારાય, તેવું સ્પષ્ટપણે જણાવાયુ છે.
સર્વિસબૂક તથા મેડિકલ બીલ સિવાય તમામ પત્રો, ફાઈલો કોમ્પ્યુટર દ્વારા ઈ-સરકાર એપમાં જ મોકલવાના રહેશે. જો કોઈ જિલ્લા શિક્ષણાધિકારી કોઈપણ પ્રકારની પત્ર, ફાઈલની કાર્યવાહી ઈ-સરકાર એપ સિવાય કરશે તો તેની સામે રાજ્ય સરકારમાં પગલા લેવામાં આવશે તેમ પણ જણાવાયુ છે. ઈ-સરકારમાં ફાઈલો, પત્રો મોકલતા વર્ષે સમગ્ર રાજ્યમાં કરોડોની સ્ટેશનરી તથા ટપાલખર્ચ, વહીવટી ખર્ચ બચશે અને ટપાલમાં ફાઈલો, પત્રો ગૂમ નહીં થાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial