Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહારાષ્ટ્રની ર૯ મહાનગરપાલિકા પૈકી કેટલાક શહેરોમાં વિપક્ષી ગઠબંધનોને લીડઃ મોટાભાગે ભાજપ ગઠબંધનનો દબદબો... નાગપુરમાં પ્રચંડ વિજય
મુંબઈ તા. ૧૬: આજે મહારાષ્ટ્રની ર૯ મહાનગરપાલિકાઓની ચૂંટણીઓની મતગણતરી થઈ રહી છે, અને પરિણામો તથા લીડ મળીને બીએમસીમાંથી દાયકાઓ પછી ઠાકરેની શિવસેનાનો દબદબો ખતમ થવા જઈ રહ્યો છે, તો રાજ્યમાં અન્યત્ર પણ ઘણાં શહેરોમાં બીજેપી-સિંદે (શિવસેના) ના ગઠબંધનનો પરચમ લહેરાઈ રહ્યો છે, જો કે કેટલાક શહેરોમાં વિપક્ષી ગઠબંધનો પણ આગળ છે. સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
બપોરે છેલ્લા અહેવાલો મળ્યા ત્યારે બીએમસીમાં ભાજપનું ગઠબંધન આગળ છે, જેમાં ભાજપને ૯પ અને શિવસેના (શિંદે) ને ર૪ બેઠક મળી રહી છે. બીજી તરફ યુપીને પ૭ અને એમ.એન.એસને ૯ બેઠકો મળી રહી છે. અન્યને ૧ર સીટો મળી રહી છે. રર૭ માંથી રર૧ ના બેઠકોના ટ્રેન્ડ આવી રહ્યા છે, તે જોતા દાયકાઓ પછી ઠાકરેની શિવસેનાના હાથમાંથી બીએમસીની સત્તા સરકી રહેલી જણાય છે, અને ભાજપ-શિંદેનો દબદબો જણાય છે, જો કે માલેગાંવમાં વિપક્ષી ગઠબંધન આગળ છે. પૂણેમાં ભાજપ, પરભણીમાં યુબીટી, ચંદ્રપુરમાં ભાજપ, સંભાજીનગરમાં ભાજપ આગળ છે, જ્યારે પીંપરી ચિંચવડ અને નાગપુર તથા ધૂળેમાં ભાજપની પ્રચંડ જીત થતી જોવા મળી રહી છે.
હજુ મતગણતરી ચાલી રહી હોવાથી અંતિમ પરિણામો આવ્યા પછી સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે, પરંતુ ર૯ પૈકી મોટાભાગની મહાનગરપાલિકાઓમાં અત્યારે ભાજપ-શિંદેના ગઠબંધનનું પલડું ઘણું ભારે જણાય છે.
બીજી તરફ એકંદરે ઠાકરે બ્રધર્સ, શરદ પવાર અને અજીત પવારનું ગઠબંધન (ચાચા-ભતીજા) ને ફટકો પડી રહેલો જોવા મળે છે. બીએમસીનું પહેલુ પરિણામ કોંગ્રેસની તરફેણમાં ગયા પછી પણ તે ઘણી પાછળ રહી ગઈ છે, અને મહારાષ્ટ્રની જનતાએ એનડીએની રાષ્ટ્રીય નેતાગીરીને ધ્યાને રાખીને જનાદેશ આપ્યો હોવાના તારણો નીકળી રહ્યા છે.
આજે ૨૯ મહાનગર પાલિકાઓ માટેના ગણતરી કેન્દ્રો પર કડક વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સીસીટીવી સર્વેલન્સ, અગ્નિશામક, તબીબી સુવિધાઓ અને સુરક્ષાનો સમાવેશ થાય છે. આ ચૂંટણીમાં મુંબઈની ૨૨૭ બેઠકો માટે કુલ ૧,૭૦૦ ઉમેદવારો ચૂંટણી લડી રહૃાા છે.
છેલ્લા અહેવાલ મુજબ બીએમસી સહિત મહારાષ્ટ્રની ૨૯ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતગણતરીમાં બપોરે દોઢના સુમારે મોટાભાગે ભાજપનો દરેક જગ્યાએ દબદબો જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે એનડીએ ગઠબંધન એટલે કે મહાયુતિ મહારાષ્ટ્રની સ્થાનિક એકમની ચૂંટણીમાં ૬૦થી વધુ બેઠકો પહેલાથી જ બિનહરિફ જીતી ચૂક્યું છે. તેમાં સૌથી વધુ બેઠક ૪૩ ભાજપ જીત્યો હતો. જ્યારે એકનાથ શિંદેની શિવસેનાએ ૧૯ અને એનસીપીએ ૨ બેઠક જીતી હતી. જેને લઈને વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. ચૂંટણી પંચે પણ આ મામલે તપાસના આદેશ કર્યા હતા.
એ પણ ઉલ્લ્ેખનિય છે કે, બીએમસીના વિવિધ એક્ઝિટ પોલ્સ અનુસાર ભાજપ-શિંદે ગઠબંધન (મહાયુતિ): ૧૩૦ થી ૧૫૦ બેઠકો. ઉદ્ધવ ઠાકરે (યુબીટી) + રાજ ઠાકરે (એમએનએસ) ગઠબંધનઃ ૫૮-૬૮ બેઠકો. કોંગ્રેસ + વીબીએ ગઠબંધનઃ ૧૨-૧૬ બેઠકો. અન્ય અને અપક્ષઃ ૬-૧૨ બેઠકો મળવાની સંભાવના જણાવાઈ હતી.
તા. ૧૫ જાન્યુઆરીએ યોજાયેલા મતદાનમાં મુંબઈમાં સરેરાશ ૪૧-૫૦% મતદાન નોંધાયું હતું. આ ચૂંટણી ૨૦૧૭ પછી પ્રથમ વખત યોજાઈ રહી છે, કારણ કે ૨૦૨૨માં યોજાનારી ચૂંટણી વોર્ડ સીમાંકન અને અન્ય કારણોસર મુલતવી રાખવામાં આવી હતી. મુંબઈ ઉપરાંત પુણે, નાગપુર, નાસિક, થાણે, નવી મુંબઈ, પિંપરી-ચિંચવડ અને કલ્યાણ-ડોમ્બિવલી જેવા મોટા શહેરોના પરિણામો પર પણ સૌની નજર છે.
બીએમસીની પહેલી બેઠક કોંગ્રેસના ઉમેદવારે જીતી લીધી હતી. વોર્ડ નંબર ૧૮૩માં કોંગ્રેસના ઉમેદવારે જીત નોંધાવી હતી. જ્યારે વોર્ડ નંબર ૨૧૪ ભાજપના ઉમેદવાર જીત્યા હતાં. પૂણેમાં પ્રારંભથી જ ભાજપનું ગઠબંધન આગળ હતુ સાર્વત્રિક બપોર થતા ભાજપનુ પલડુ ઘણું જ ભારે થઈ ગયુ હતું. તો કેટલાક શહેરોમાં ભાજપ પાછળ જણાતુ હતું.
આ સાથે ચૂંટણી પંચે મતદાન વખતે માર્કર પેનના ઉપયોગ પર વિવાદ થતાં મોટો નિર્ણય કર્યો છે અને માર્કર પેનના ઉપયોગ પર બેન મૂકી દીધો હતો.
રાહુલ ગાંધીએ શાહી વિવાદ અંગે ટિપ્પણી કરતાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી જેમાં ચૂંટણી પંચ સામે નિશાન તાક્યું હતું. તેમણે કહૃાું કે ચૂંટણી પંચ દ્વારા ગેરમાર્ગે દોરવા એ લોકતંત્ર પર મોટા પ્રહાર સમાન છે.
સંજય રાઉતે ભજપ સામે ગંભીર આરોપ મૂકતાં કહૃાું હતું કે ચૂંટણી માટે મતદાન પૂરું થતાં જ બીએમસીના કમિશનરે ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આચારસંહિતા લાગુ હોવા છતાં તેઓ આવું કેવી રીતે કરી શકે?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial