ચિરવિદાય

જામનગરઃ કિરીટભાઈ પરમાણંદભાઈ ચતવાણી (મહિલા કોલેજવાળા) નું તા. ૨૮ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૯, સોમવારે સાંજે ૪:૩૦ થી ૫ દરમ્યાન કડિયા જ્ઞાતિની વાડી(દુવારો), કડિયાવાડ, જામનગરમાં રાખેલ છે.

ખંભાળીયાઃ સ્વ. ઉમેદસિંહ મનુભા વાઢેર (ગાગાવાળા)ના પત્ની રંજનબા (ઉ.વ.૯૦) તે સ્વ. હિતેન્દ્રસિંહ, સ્વ. રાજેન્દ્રસિંહ, સ્વ. સુખદેવસિંહના માતા, જનકસિંહ સુરૂભા જાડેજાના બેન, ભૂમિબા દિગ્વિજયસિંહ ઝાલા, પાયલબા હિતેન્દ્રસિંહ વાઢેર, સોમેશસિંહ રાજેન્દ્રસિંહ વાઢેર, શક્તિસિંહ સુખદેવસિંહ વાઢેરના દાદીનું તા. ૨૭ના અવસાન થયું છે. સદ્ગતની ઉત્તરક્રિયા તા. ૭-૧૦ને મંગળવારે વ્રજધામ સોસાયટી, ખંભાળીયામાં રાખેલ છે.

જામનગર નિવાસી સારસ્વત બ્રાહ્મણ ગં.સ્વ.મંજુલાબેન પુરખા (ઉ.વ.૮૫) તે સ્વ. મનસુખલાલ કાંતિલાલ પુરખા (હાલારી ભાનુશાળી જ્ઞાતિના ગોર)ના પત્ની, કિરીટભાઈ (કિરીટમારાજ), રીટાબેનના માતા, સાગરભાઈ, હર્ષલભાઈ (કાનામારાજ), કશ્યપભાઈના દાદીનું અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૯ના સાંજે ૪ થી ૪:૩૦ દરમ્યાન પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખેલ છેે.

જામનગર નિવાસી સ્વ. રાજેશભાઈ પ્રભુદાસ પારેખના પત્ની અનિતાબેન (ઉ.વ.૪૩) તે સ્નેહાબેન પ્રફુલચંદ્ર પારેખના દેરાણી, હાર્દિકભાઈ પ્રફુલચંદ્ર પારેખ, તેજસ પી. પારેખના કાકીનું તા. ૨૫ના અવસાન થયું છે.

જામનગરઃ  હાલારી ભાનુશાળી જ્ઞાતિના ભાનુબેન રમણીકલાલ મંગી (ઉ.વ.૭૯)નું તા. ૨૭ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૭ શનિવારે બહેનો માટે સાંજે ૪:૩૦ થી ૫ અને ભાઈઓ માટે સાંજે ૫:૩૦ થી ૬ દરમ્યાન હાલારી ભાનુશાળી જ્ઞાતિની વાડી, હવાઈચોક, ભાનુશાળીવાડ, જામનગરમાં રાખેલ છે.

જામનગર નિવાસી ગં.સ્વ. વનિતાબેન દેવકરણભાઈ ગેડિયા (ઉ.વ.૯૦) તે કિશોરભાઈ, હિતેશભાઈ, સ્વ. લલીતભાઈ, ગીતાબેનના માતાનું અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૬ને શુક્રવારે સાંજે ૫ થી ૬ રામેશ્વર મહાદેવ મંદિર, રામેશ્વરનગર, જામનગરમાં રાખેલ છે.

જામનગરઃ ઔદિચ્ય ખરેડી સમવય બ્રાહ્મણ ગં.સ્વ. ભારતીબેન વ્યાસ, તે સ્વ. હરીશભાઈ કાંતિલાલ વ્યાસ (નેશનલ હાઈસ્કૂલ)ના પત્ની, ભાવનાબેન હેમેન્દ્રભાઈ વ્યાસ, જીજ્ઞાબેન તુષારભાઈ દવે, હિરલબેન ધાર્મિકભાઈ જાનીના માતાનું તા. ૨૫ના અવસાન થયું છે. સદ્ગતનું બેસણું તા. ૨૬ના સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન ભાઈઓ તથા બહેનો માટે પાબારી હોલ, તળાવની પાળ પાસે, જામનગરમાં રાખેલ છે.

close
Ank Bandh