Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં અંદાજે ૧પ હજાર જેટલી વસ્તી ધરાવતી
જામનગર તા. ૧૬: જામનગરમાં અંદાજે પંદર હજારની વસ્તી ધરાવતી કચ્છી ભાનુશાળી જ્ઞાતિની કારોબારી સમિતિના ર૧ સભ્યોની ચૂંટણી ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થઈ હતી.
સમાજના ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ અને વરિષ્ઠ અગ્રણી લક્ષ્મીદાસ હુરબડા અને કાનજીભાઈ દામાના નેતૃત્વમાં યોજાયેલા મતદાનમાં જ્ઞાતિના ૧૬ર૭ જ્ઞાતિજનોએ મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં ૩૮ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.
મતગણતરી હાથ ધરવામાં આવતા પૂર્વ ડે. મેયર અને જ્ઞાતિના મહામંત્રી સુરેશભાઈ રામજીભાઈ કટારમલ (આલરિયા) ને સર્વાધિક ૧૪૦પ મત, જ્ઞાતિના વર્તમાન પ્રમુખ અને કોર્પોરેટર મનિષભાઈ કટારિયાને ૧૩૯૦ મત તથા સમાજના ઉપપ્રમુખ સુરેશભાઈ ભદ્રાને ૧રપ૧ મત મળતા પ્રથમ ત્રણ ક્રમે વિજેતા થયા હતાં.
આ ર૧ સભ્યોમાં ત્રણ મહિલા સભ્યો પણ વિજેતા થયા હતાં. ઓધવદીપ શાળાના શિક્ષકોએ મતદાન માટેની સ્લીપ આપવાની કામગીરી કરી હતી. ૧૦૦ જેટલા સ્વયંસેવકોએ સેવા આપી હતી. બારદાન સીલાઈ મંડળના સભ્યોએ ચા-કોફી તથા નાસ્તાની સેવા આપી હતી.
ચૂંટણી નિયામક તરીકે લક્ષ્મીદાસ ભાનુશાળી, કાનજીભાઈ દામા તથા વૈંકુંઠભાઈ કટારિયાએ જવાબદારી સંભાળી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial