Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશનના ઉપક્રમે
જામનગર તા. ૧૬: જામનગર જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા તાજેતરમાં પ્રથમ ઓપન જિલ્લા ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ એમ.પી.શાહ ટેબલ ટેનિસ એકેડમી-જામનગરમાં યોજાઈ હતી. આ વર્ષની આ પહેલી રેકીંગ ટૂર્નામેન્ટ હતી. વિવિધ વયજુથમાં આયોજિત આ ટૂર્નામેન્ટમાં લાલપુર, દ્વારકા, મીઠાપુર, સીદસર અને જામનગરમાંથી કુલ ૮૮ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
ગર્લ્સ વિભાગમાં અન્ડર-૧૧માં એલના કાંસારા, વિધિ નાકર, અન્ડર-૧૩માં હેમાક્ષી રાઠોડ, એલના કાંસારા, અન્ડર-૧૫માં ધ્રુવી વાઘેલા, સ્વેતલ માડપુરા, અન્ડર-૧૭માં આરૂષી માકડીયા, ધ્રુવી વાઘેલા, અન્ડર-૧૯માં ધ્રુવી વાઘેલા, આરૂષી માંકડીયા, ઓપન વુમનમાં આરૂષી માંકડીયા અને સંગીતાબેન જેઠવા વિજેતા થયા હતા.
બોયઝમાં અન્ડર-૧૧માં નક્ષ કાકડિયા, જમ્મેજય જાડેજા, અન્ડર-૧૩માં હર્ષ કતંગિયા, વ્રજ ચોટાઈ, અન્ડર-૧૫માં તન્મય પુરોહિત, ધ્યાન પટેલ, અન્ડર-૧૭ અને ૧૯માં યજ્ઞેશ પરમાર, મૃદુલ મખાંસા, મેન્સ ઓપનમાં યજ્ઞેશ પરમાર, પ્રકાશ નંદા તથા ૬૦ પ્લસ વિભાગમાં જયેશ મહેતા અને કમલેશ પરમાર વિજેતા થયા હતા. મેન્સ ઓપન કેટેગરીની સેમિ ફાયનલ અને ફાયનલ મેચો આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી. જેમાં ૫૫ વર્ષીય અને અનુભવી ખેલાડી પ્રકાશ નંદા તથા યુવા ખેલાડી યજ્ઞેશ પરમાર વચ્ચે રમાયેલી મેચએ દર્શકોને રોમાંચિત કરી દીધા હતા. જેમાં યજ્ઞેશ પરમાર વિજેતા અને પ્રકાશ નંદા રનર્સ અપ બન્યા હતા.
આ ટૂર્નામેન્ટના વિજેતા અને ઉપવિજેતાઓને 'નોબત' સાંધ્ય દૈનિકના દર્શકભાઈ માધવાણી, મુકેશભાઈ દાસાણી, પત્રકાર જગતભાઈ રાવલ સહિતના મહાનુભાવોએ મેડલ તથા પ્રમાણપત્રો આપીને સન્માનિત કરીને પ્રોત્સાહન પૂરૃં પાડયું હતું.
ઉલ્લેખનીય છે કે ઈ.સ. ૧૯૭૫ થી ઈ.સ. ૧૯૮૨ સુધી ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં જામનગર અને લાલપુરનો દબદબો હતો. લાલપુર ટેબલ ટેનિસના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ધવલભાઈ નાકર નિઃશુલ્ક કોચિંગની સેવા પૂરી પાડે છે.
જામનગર જિલ્લામાં ટેબલ ટેનિસ સમતને વધુ પ્રોત્સાહન આપવા તથા નવા ખેલાડીઓને મંચ પૂરો પાડવાના હેતુથી જામનગર જિલ્લા ટેબલ ટેનિસ એસો. દ્વારા આ ટૂર્નામેન્ટ યોજવામાં આવી હતી.
આ ટૂર્નામેન્ટ યોજવા બદલ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જે.ડી.ટી.ટી.એ. દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.
આ ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે પ્રમુખ જયેશભાઈ શાહ, ઉપપ્રમુખ કેતનભાઈ કનખરા, ખજાનચી કમલેશભાઈ પરમાર, સહ ખજાનચી ઉર્મિલભાઈ શાહ, ડો. યુ.વી. સાઠેય, દિનેશભાઈ કનખરા, કે.સી.મહેતા, વિનોદભાઈ સિહોરા તથા અવિનાશભાઈ પંડયાએ જહેમત ઉઠાવી હતી તેમ મીડિયા કન્વીનર ઉદયભાઈ કટારમલે જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial