Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાંદુરી રોડ પર કામ વખતે થયો હતો ડખ્ખોઃ
જામનગર તા. ૧૭: લાલપુરના નાંદુરી રોડથી ગોદાવરી વાડી વિસ્તારમાં પાંચ વર્ષ પહેલાં જેટકો કંપનીની નાખવામાં આવી રહેલી લાઈનના કામના સ્થળે જેટકોના અધિકારીની ફરજમાં રૂકાવટ કરવા અંગે ૧૯ વ્યક્તિ સામે પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં તમામ આરોપીનો છૂટકારો થયો છે.
અમરેલીથી વાડીનાર સુધી જેટકો કંપની દ્વારા ૪૦૦ કેવીની લાઈન નાખવાનું કામ વર્ષ ૨૦૨૦માં શરૂ કરાયા પછી ડિસેમ્બર મહિનામાં લાલપુરના નાંદુરી રોડથી ગોદાવરી વાડી વિસ્તારમાં તે કામ ચાલુ હતું ત્યારે દેવાભાઈ કેશુભાઈ ગાગીયા, અમિત ભીમભારથી ગોસાઈ સહિતના ૧૯ વ્યક્તિએ ગૌશાળા માટે વળતરની માગણી કરી કામ અટકાવ્યું હતું.
આ બાબતે પોલીસમાં જેટકોના અધિકારીની ફરજમાં રૂકાવટ તેમજ કોવિડ-૧૯ના જાહેરનામાની ભંગનો ગુન્હો નોંધાવાયો હતો. પોલીસે ગુન્હો નોંધી તમામ ૧૯ આરોપીની ધરપકડ કરી હતી. આ કેસ લાલપુરની દીવાની અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપીઓના વકીલ રણમલ કાંબરીયા, અભિષેક નંદા, રવિ કરમુર, હિતેશ ગાગીયાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial