Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીમા કંપનીએ ઓછી રકમ ચૂકવતા કરાયો હતો કેસઃ
જામનગર તા. ૧૭: જામનગરના એક આસામીએ ખાનગી વીમા કંપની પાસેથી હેલ્થ ઈન્સ્યોરન્સ મેળવ્યા પછી સારવારની રકમ ચૂકવવામાં વીમા કંપનીએ અખાડા કરતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે વ્યાજ સાથે બાકીની રકમ ચૂકવવા વીમા કંપનીને આદેશ કર્યાે છે.
જામનગરના કીર્તિભાઈ ધનવંતરાય માંડવીયા નામના આસામીએ એચડીએફસી અર્ગો જનરલ ઈન્સ. કંપની પાસેથી હેલ્થ ઈન્સ્યોરન્સ મેળવ્યા પછી તેમના પત્નીને ખાનગી હોસ્પિટલમાં બીમારીની સારવાર લેવી પડી હતી.
તેમાં થયેલા રૂ।.૩ર હજારના ખર્ચ અંગે વીમા કંપનીને જાણ કરાતા વીમા કંપનીએ રૂ।.૧૧૨૦૦ ચૂકવ્યા હતા. તેથી વીમા કંપની સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. તે ફરિયાદ ચાલી જતા ફોરમે બાકી રહેતી રૂ।.૨૦૮૦૦ની રકમ નવ ટકા વ્યાજ સાથે અને રૂ।.૩ હજાર ફરિયાદ ખર્ચ, ત્રાસ બદલ ચૂકવી આપવા વીમા કંપનીને આદેશ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial