Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ પાસે મોટર હડફેટે ચઢેલા ખેડા જિલ્લાના યુવાનનું સારવારમાં મૃત્યુ

મૃતકના ભાઈએ પોલીસમાં નોંધાવી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: ધ્રોલ પાસે પાંચેક દિવસ પહેલા રાત્રિના સમયે ખેડા જિલ્લાના એક યુવાનને મોટરે ઠોકર મારતા ગંભીર ઈજા પામેલા આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. મૃતકના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધ્રોલ નજીક તાજ હોટલ પાસેથી ગઈ તા.૧૧ની રાત્રિના સાડા બારેક વાગ્યે પસાર થતાં મૂળ ખેડા જિલ્લાના ડભાલી ગામના મણીભાઈ દેસાઈભાઈ રાઠોડ નામના યુવાનને જીજે-૩-ઈએલ ૩૨૧૮ નંબરની મોટરે ઠોકર મારીને ફંગોળી દીધા હતા. આ અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા મણીભાઈનું સારવાર દરમિયાન ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના નાનાભાઈ મહેન્દ્રભાઈ રાઠોડે પોલીસમાં મોટરના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh